સૂર્યનારાયણનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થતાં રાજ્યના આ ભાગોમાં વાવાઝોડું મચાવશે તબાહી, સ્ટેમ્પ પેપરમાં લખી લેજો, અંબાલાલે કરી પરસેવો વળી જાય એવી આગાહી…

ગુજરાતમાં ચોમાસુ હવે પૂર્ણ થયું છે, તો કેટલાક વિસ્તારોમાંથી વિદાયની પણ શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાર્ષિક સો ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. આવી સ્થિતિમાં હજુ પણ આગામી દિવસોમાં વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટું અનુમાન લગાવવામાં આવ્યું છે. ચિત્રા નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી આપી છે.

પ્રથમ તમને જણાવી દઈએ કે ચિત્રા નક્ષત્ર ભાદરવા વદ 12ને બુધવાર તારીખ 11/10/2023ના રોજ બેસે છે. સૂર્યનો જ્યારે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થાય ત્યારે તેનું વાહન ઉંદરનું રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ આખા મહિનાને લઈને આગાહી વ્યક્ત કરી છે. તેમણે ચિત્રા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે સાત ઓક્ટોબર પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તીવ્ર રીતે સક્રિય થવાનું અનુમાન લગાવ્યું છે. તેમણે આગાહી કરતા કહ્યું છે કે હાલ દક્ષિણ ચીનના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક ઘાતક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડું સાત ઓક્ટોબરે બંગાળની ખાડીમાં આવશે. જેને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર માં મોટી હલચલ શરૂ થશે.

આ હલચલને ભાગરૂપે 10 થી 12 ઓક્ટોબરની વચ્ચે અરબી સમુદ્રમાં મોટા વાવાઝોડા આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ચિત્રા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં એક પછી એક વાવાઝોડા સક્રિય થવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. તો આ સાથે જ નવરાત્રી ઉપર આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ કરી શકે છે.

અંબાલાલ પટેલે આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદના મોટા યોગ્ય કર્યા છે. એકંદરે ઘેલીચિત્રા નક્ષત્ર વરસાદથી ભરપૂર જોવા મળશે. તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ નક્ષત્ર દરમિયાન ઉંદરનું વાહન વાવાઝોડા સાથે ગુજરાતમાં તબાહી મચાવી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *