સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થતાં આ વિસ્તારોમાં વરસાદ મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી મુકે એવી આગાહી…
ગુજરાતમાં હવે ખેડૂતો વરસાદ બંધ થવાની રાહ જોઈને બેઠા છે. ગુજરાતમાં હવે મેઘરાજા વિરામ આપે અને થોડાક દિવસ તડકો નીકળે તો નવજાત ઉગેલા પાક નિષ્ફળ જશે નહીં પરંતુ હજુ પણ આગામી દિવસો દરમિયાન વરસાદી માહોલ ભારે રહી શકે છે. હવામાન અંબાલાલ પટેલે પુષ્ય નક્ષત્રમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.
ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં ખૂબ જ વરસાદ પડ્યો છે. નક્ષત્રના વર્તારા પરથી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રમાં આ વર્ષે ભારે વરસાદને કારણે પુષ્ય નક્ષત્રમાં પણ તેનું જોર રહી શકે છે. 24 જુલાઈ થી 30 જુલાઈની વચ્ચે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં એક એક તીવ્ર સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે આ દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે.
ગુજરાતમાં હાલ ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે અનેક વિસ્તારોમાં જળંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 200 થી વધારે તાલુકાઓમાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. ગુજરાત ઉપર એક પછી એક સિસ્ટમો સક્રિય થવાના કારણે વરસાદ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. ત્યારે હવામાન નિષ્ણાતે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ 20 તારીખે થયો છે. નક્ષત્ર બદલતા ગુજરાતમાં પણ વરસાદનું જોર એકાએક વધી શકે છે. 24 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. 24 તારીખ પછી પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. જેના કારણે હવે ગુજરાતમાં લીલો દુકાળ પડે તેવા સંકેતો પણ તેમણે વ્યક્ત કર્યા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 24 થી 30 તારીખ ની વચ્ચે વરસાદનો ચોથો રાઉન્ડ આવશે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, આણંદ, વડોદરા, અમદાવાદ, ખેડા, ભરૂચ, તાપી, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, કચ્છમાં મુશળધાર વરસાદ પડવાની મોટી શક્યતા વ્યક્ત કરવામાં આપી છે. તો કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોમ એક્ટિવિટી પણ સક્રિય થઈ શકે છે. ખેડૂતોને બાગાયતી પાકોનું ધ્યાન રાખવા માટે સલાહ પણ આપી છે.