શું તમે પણ વરસાદથી કંટાળ્યા છો? આ દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર એકાએક ઘટશે, હવામાન વિભાગે કરી વરાપની આગાહી…
ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી પડી રહેલ સતત અને અવિરત વરસાદથી સામાન્ય લોકો અને ખેડૂતો ત્રાહિમાન બન્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદના વિરામને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી 72 કલાક સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. જેને કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ અને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે.
પ્રથમ આગામી 24 કલાકના હવામાન વિશે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે. તો સાથે સૌરાષ્ટ્રમાં પણ આગામી 24 કલાક ખૂબ જ ભારે રહી શકે છે. જેમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જુનાગઢ, ભરૂચ, વડોદરામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજે રાત્રે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલ જે મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે તે ડીસા ઉપર હોવાથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ આગામી 24 કલાક સુધી યથાવત રહી શકે છે. જેને કારણે આગામી બે દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન હવામાન વિભાગએ વરાપ વિશે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ બાદ વરસાદનું જોર ગુજરાતમાં ધીમું પડતું જોવા મળી શકે છે. બે દિવસ બાદ કેટલાક વિસ્તારોમાં ફક્ત છૂટા છવાયા ઝાપટાઓ જ પડશે. 28 સુધી 31 તારીખ સુધી ગુજરાતમાં વરાપ પડશે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોને મોટી માત્રામાં લાભ થઈ શકે છે.
છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદને પગલે જીવાદોરી સમાન નર્મદા નદીમાં નવા પાણીની આવક થઈ છે. 18 કલાકમાં 36 સેન્ટીમીટર પાણીના જથ્થામાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 127.66 મીટરએ પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 8955 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે. હાલ નર્મદા ડેમમાં 80% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. ઓગસ્ટ મહિનામાં નર્મદા ડેમ ઓવરફ્લો થવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે.