ગુજરાતમાં ઘાતક વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આપ્યા મોટા રાહતના સમાચાર, જુલાઈની આ તારીખે વરસાદ લેશે બ્રેક…

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધારે 6 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. જ્યારે તલોદ અને અરવલ્લીના મોડાસામાં 5.5 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. મહીસાગરના લુણાવાડા, વીરપુર, સંતરામપુરમાં પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે. સતત 10 દિવસથી પડે રહેલા વરસાદને કારણે હવે ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં 14 તાલુકાઓમાં 4 ઇંચ થી વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે. જ્યારે 24 તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. 47 તાલુકાઓમાં બે ઇંચથી વધારે અને 94 તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ આગાહી વચ્ચે હવામાન વિભાગે વરસાદના વિરામને લઈને પણ મોઢું નિવેદન આપ્યું છે.

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણાના ગામડાના વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાવાને કારણે ત્યાંના ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. જુલાઈ મહિનાની આ તારીખે વરસાદ બ્રેક લઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં મોહાંતીએ રાજ્યના હવામાન વિશે આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં જુલાઈ મહિનાની 20 તારીખ પછી રાજ્યમાં વરસાદ સંપૂર્ણ રીતે થોડા દિવસો માટે વિરામ લઈ શકે છે. કારણ કે હાલ સમગ્ર ભારતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે આગામી દિવસોમાં શાંત થશે જેને કારણે વરસાદ થોડા સમય માટે વિરામ લઈ શકે છે. આ વિરામથી ખેડૂતોને ભારે ફાયદો થઈ શકે છે.

સતત 10 દિવસથી પડે રહેલ અનરાધાર વરસાદને કારણે નવજાત ઊગેલો પાક નિષ્ફળ થઈ શકે છે. પરંતુ જો થોડા દિવસોમાં વરસાદી વિરામ મળે તો આ પાક જીવંત રહી શકે છે. ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા એક ભેટ સમાન સમાચાર આપવામાં આવ્યા છે. 20 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદ વરાપ આપી શકે છે. ગુજરાતના ખેડૂતો માટે આ એક સારા અને મહત્વના સમાચાર ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *