વાંચ્યા વગર ઘરની બહાર ન નીકળતા, આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડવાની અંબાલાલ પટેલની મોટી આગાહી…

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ વિશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ વરસાદનું જોર ધીમું પડ્યું છે. ચોમાસાના શરૂઆતથી જ પડી રહેલ સતત વરસાદને કારણે થોડોક આરામ આપ્યો છે. પરંતુ હવે જગતના તાત એવા ખેડૂતો ફરી એકવાર મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસાના ચોથા રાઉન્ડની લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ તારીખથી વરસાદનો ચોથો રાઉન્ડ ગુજરાતમાં રી એન્ટ્રી કરશે. આ આગાહીને ડંકાની ચોટ ઉપર લખી લેજો.

જુલાઈ મહિનામાં ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે. પરંતુ તેની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લીધો છે. ગુજરાતમાં હાલ ચોમાસુ ધીમું પડયું છે. સમગ્ર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાં હાલ વરસાદ તબાહી મચાવી રહ્યો છે. પરંતુ નીચેના રાજ્યો સાવ કોરા કટ જોવા મળી રહ્યા છે. ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલે ફરી એકવાર સમગ્ર દેશમાં ચોમાસું ધમધમાટ કરશે તેવી આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ વરસાદ ગયો નથી, ચિંતા કરવાની જરૂર નથી. હાલ રાજ્યના પશ્ચિમ કાંઠે અને પશ્ચિમ ઘાટ તરફ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોમાં સામાન્ય ભેજ હોવાથી હાલ ફક્ત વરસાદી ઝાપટાઓ આવી રહ્યા છે. પરંતુ 20 ઓગસ્ટ બાદ ચોમાસુ ધરી ફરી મધ્યમાં આવશે. જેને કારણે 17 ઓગસ્ટથી જ ગુજરાતના વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળશે. 17 ઓગસ્ટે મઘા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થશે અને ભારે વરસાદી માહોલ સક્રિય થવાની આગાહી આપી છે.

વરસાદનો ચોથો રાઉન્ડ 17 થી 21 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. આ રાઉન્ડ બાદ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં 26 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી ફરી એકવાર ઘાતક વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે એકંદરે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું ધમધમાટ બોલાવી શકે છે. ભૂમધ્ય મહાસાગર પર દક્ષિણ ગોળાર્ધની આજુબાજુ ચારેક વાવાઝોડા બન્યા છે. જેને કારણે પેસિફિક મહાસાગરનો તમામ ભેજ ત્યાં ખેંચાઈ ગયો છે. તેથી ચોમાસાએ ગુજરાતમાં થોડોક આરામ આપ્યો છે.

મઘા નક્ષત્રના શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ જશે. 19 20 અને 21 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓમાં અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *