અંબાલાલે કહ્યું- ગુજરાતમાં હજુ વરસાદ ગયો નથી, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખથી ફરી મેઘરાજા મચાવશે તબાહી…

ગુજરાતમાં હાલ વરસાદે વિરામ જાહેર કર્યો છે. ચોમાસાના શરૂઆતથી જૂન અને જુલાઈ મહિનામાં સતત વરસાદને કારણે ખેડૂતો વિરામ માગી રહ્યા હતા. ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદનો જોર ધીમો પડ્યું છે. ત્યારે હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પાકને ફરી એકવાર વરસાદની જરૂર પડી છે. હાલ ચોમાસાની અનુકૂળ સ્થિતિ હોવા છતાં ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો નથી. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે હજુ ગુજરાતમાંથી વરસાદ ગયો નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે હિંદ મહાસાગરમાં વાદળનો જમાવડો ખૂબ જ છે. પરંતુ વરસાદ જોવા મળી રહ્યો નથી. જ્યાં સુધી વાયરો ફૂંકાઈ ત્યાં સુધી રાજ્યમાં સારો વરસાદ નહીં પડે. ત્યારે હવે ખેડૂતો ફરી એકવાર વરસાદ ક્યારે આવશે તેને લઈને મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે હવામાન વિશે સચોટ આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી. આ તારીખથી ફરી ગુજરાતમાં મેઘરાજા પાણી પાણી કરી શકે છે.

મોટા આગાહીકાર અંબાલાલ પટેલની મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હાલ પૂરતો વરસાદે વિરામ લીધો છે. હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વરસાદ હજુ ગયો નથી. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે 15 ઓગસ્ટ થી 20 ઓગસ્ટની વચ્ચે આશ્લેશા નક્ષત્રના અંતમાં અને મઘા નક્ષત્ર ની શરૂઆતમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોરદાર વહન આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમો સર્જાતા આગામી દિવસોમાં વરસાદના યોગ જોવા મળી રહ્યા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉપરા ઉપરી સિસ્ટમો સક્રિય થવાની આગાહી આપી છે. જેને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોરદાર વહન આવશે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અનરાધાર વરસાદ પડી શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે મઘા નક્ષત્રનું પાણી ચોમાસુ પાક માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તો કેટલાક લોકો મઘા નક્ષત્ર દરમિયાન વરસાદનું પાણી ટાંકામાં સંગ્રહ કરીને આખું વર્ષ તેનો ઉપયોગ પણ કરે છે.

અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. હાલ પવનની ગતિ વધુ હોવાના કારણે વાયરૂ ફૂંકાઈ રહ્યું છે. પરંતુ 15 ઓગસ્ટ બાદ સારો વરસાદ ગુજરાતમાં થશે તેવું અનુમાન આપ્યું છે. કૃષિ પાકને આ દિવસો દરમિયાન વરસાદની ખૂબ જ જરૂર હશે. જેને કારણે પાકમાં પણ ફાયદો થશે. 12 ઓગસ્ટથી ગુજરાતના વાતાવરણમાં એક એક પલટો જોવા મળશે અને 15 થી 20 સુધીમાં ભારે વરસાદનું વહન ગુજરાતમાં પાણી પાણી કરી શકે છે. આ માહિતીને વધુમાં વધુ અલગ મોકલ જો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *