અંબાલાલે આગાહી કરતા કહ્યું- ઓગસ્ટ મહિનાની આ તારીખો દીવાલ ઉપર લખી લેજો, જાણો આ તારીખોમાં શું થશે??

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદનું જોર થોડુંક ધીમું પડ્યું છે. આ વર્ષે જુલાઈ મહિના સુધીમાં ગુજરાતમાં સમગ્ર સિજનનો વાર્ષિક 85% થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ચોમાસાના શરૂઆતથી જ પડી રહેલ સતત વરસાદને કારણે હવે ખેડૂતોને ઓગસ્ટ મહિનામાં થોડી રાહત મળી છે. પરંતુ હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે આ તારીખ દિવાલ ઉપર લખી લેજો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં એક મોટી ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. સક્રિય થતી આ સિસ્ટમ ઉત્તર અને પૂર્વ ભારત તરફ નહીં પરંતુ પશ્ચિમ ભારત તરફ ગતિ કરે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. જેને કારણે ઓરિસ્સા મધ્યપ્રદેશ થઈને આ સિસ્ટમ સિદ્ધિ ગુજરાતમાં દાખલ થઈ શકે છે. જેને કારણે આ તારીખે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનું વહન આવી શકે છે

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 15 ઓગસ્ટના દિવસે રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સક્રિય થતી આ સિસ્ટમ 16 ઓગસ્ટ ડિપ્રેશન સિસ્ટમમાં ફેરવાશે. અંબાલાલે જણાવ્યું હતું કે આ ઉપરાંત વિન્ડ ગસ્ટ પણ જબરું રહેશે. આ સિસ્ટમ બાદ 21 તારીખે પણ એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

અંબાલાલની આગાહી અનુસાર 15 ઓગસ્ટનાં દિવસે વરસાદનું જોર વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, આહવા, નવસારી, ભરૂચ ડાંગ, સુરત તથા સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. હવે પૂર્વ ભારતમાં વરસાદ વધારે રહેશે. આ સિવાય મધ્ય ભારતમાં પણ વરસાદ થશે. હજુ મોટા ફોરાંનો વરસાદ થશે ઝાપટાં તો ચાલુ જ રહેશે એવું તેમણે જણાવ્યું હતું.

ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું હતું કે આશ્લેશા નક્ષત્ર કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. આશ્લેશા નક્ષત્રમાં મોટા ફોરાંનો વરસાદ ચાલુ રહેશે. આ નક્ષત્ર ઊભા પાકો કે પાક ઉગાડવા માટે સારું નથી. ત્યાર પછી બંગાળનાં સાગરમાં 21 તારીખે મજબૂત સિસ્ટ બનશે. તેમણે અનુમાન લગાવતા જણાવ્યું હતું કે 17 તારીખ પછીનું વરસાદી પાણી સારું હશે. તારીખ 13 સપ્ટેમ્બરથી 25 ઓકટોબર સુધી ગરમી ચાલુ રહેશે. 23 સપ્ટેમ્બરથી અકળાવનારી ગરમી વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *