ખૂંખાર વાવાઝોડાંને લઈને અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી મુકે એવી આગાહી, જાણો ક્યારે/ક્યાં મચાવશે તબાહી…
વાવાઝોડાને કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં પવન સાથે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી પડી રહેલા કાળજાળ ગરમી માંથી ગુજરાત વાસીઓને રાહત થઈ છે. પરંતુ રાજ્યના ખેડૂતોને ઉનાળુ પાક દરમિયાન ઘણી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આવી સ્થિતિમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસા પહેલા મોટું સંકટ આવશે તેને લઈને આગાહી વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર ચોમાસુ શરૂ થાય તે પહેલા વાવાઝોડાનું મોટું સંકટ આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 14 જૂનથી 15 જુનની વચ્ચે વાવાઝોડુ ત્રાટકી શકે છે. જેને લઈને મોટી શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. રોહિણી નક્ષત્રની શરૂઆત થતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા.
રોહિણી નક્ષત્ર બેસતાની સાથે જ રાજ્યમાં આંધી વંટોળ અને દરિયામાં ભારે તોફાની બન્યો છે. હાલ ગુજરાતના દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ગુજરાતના મધ્ય અને ઉત્તરના વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા. તો ઘણા વિસ્તારોમાં એક સાથે બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે રસ્તા પાણી પાણી થયા હતા.
દેશમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. પરંતુ હાલ વાવાઝોડાંના વરસાદને કારણે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ 20 જૂનની આસપાસ બેસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
અંબાલાલ પટેલે વધુમાં ચોકાવનારી આગાહી કરતા જણાવ્યું છે કે 14 થી 17 જૂનમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે અને ઘણા ભાગોને નુકસાન થવાની શક્યતા છે. જેને કારણે આ દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે. છેલ્લા 60 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. 15 જૂને સાંજે આ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે તબાહી શરૂ કરશે.