અંબાલાલ પટેલની ડિસેમ્બર સુધીની આગાહી, આ વર્ષે પાંચ મહિના વરસાદ, દરિયામાં સર્જાશે ચક્રવાત, ઝેરી જીવજંતુનો ત્રાસ વધશે, જાણો શું કહ્યું…
સમગ્ર ગુજરાતમાં આ વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ઘણી નુકસાની સર્જે તેઓ વરસાદ પણ પડ્યો છે. ત્યારે હવે આગળ ચોમાસું કેવું રહેશે? કેટલો વરસાદ પડશે? તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બર મહિના સુધીની આગાહી વ્યક્ત કરી દીધી છે. હાલ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ છે. તે ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં તબાહી મચાવશે.
મીડિયા સાથેની વાતચીત દરમ્યાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં આગળની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ વર્ષે આશ્લેષા નક્ષત્રના અંતિમ દિવસોમાં ભારે વરસાદની શક્યતા હોવાને કારણે પાકને મોટી માત્રામાં નુકસાની થઈ શકે છે. 8 થી 15 ઓગસ્ટની વચ્ચે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારબાદ ઓગસ્ટ મહિનાની 23 થી 26 તારીખની વચ્ચે ભારે વરસાદનું વહન આવશે. જે 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં અત્યંત ભયંકર વરસાદ પાડી શકે છે.
ઓગસ્ટ મહિના બાદ અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાને લઈને પણ મોટી આગાહી વ્યક્ત કરી છે. જેમાં 13 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આકરી ગરમી અને બફારો પડી શકે છે. સાથે 13થી 20 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 23 સપ્ટેમ્બરથી ભારે બફારા વાળી ગરમી વચ્ચે ખેતરો અને રહેણાક વિસ્તારમાં ઝેરી જીવજંતુનો ત્રાસ વધવાની શક્યતા આપી છે. સાથે 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે ભારે વરસાદના તીવ્ર રાઉન્ડની પણ આગાહી આપી છે.
વધુમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 17 ઓક્ટોબરથી સમુદ્રમાં મોટી હલચલ અને ઓક્ટોબર નવેમ્બર મહિનામાં તોફાની વાવાઝોડું સાથે ઘાતકી ચક્રવાત સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. 30 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. જે ડિસેમ્બર મહિનાની શરૂઆત સુધી આ છૂટો છવાયો વરસાદ ચાલી શકે છે. એકંદરે આ વર્ષે પાંચ મહિના ચોમાસુ ચાલશે તેવા એંધાણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કર્યા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસુ એકંદરે માધ્યમથી નબળું રહેવાના સંકેત આપ્યા છે. ભારે વરસાદને કારણે ચોમાસું પાકને મોટી માત્રામાં નુકસાની થશે. પરંતુ ગુજરાતના મોટાભાગના જળાશયો સપ્ટેમ્બર મહિનાના અંતમાં સંપૂર્ણપણે ભરાઈ જશે. જેને કારણે શિયાળો અને ઉનાળો પાક સારા રહેવાની આગાહી આપી છે. આ વર્ષે કપાસ અને સોયાબીનના પાકમાં મબલક ઉત્પાદન થશે નહીં. સાથે મગફળીમાં સારો ઉતારો આવવાની આગાહી વ્યક્ત કરી છે. માહિતીને આગળ મોકલ જો.