નંદ ઘેર આનંદ ભયો, જન્માષ્ટમી ઉપર ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલની ઘાતક આગાહી…
ગુજરાતમાં આ વર્ષના શરૂઆતથી જ ઘણી મુસીબતો આફત બનીને ગુજરાત ઉપર આવી છે. ચોમાસાની શરૂઆત સમયે પ્રથમ બિપોરજોય નામનું વાવાઝોડું ગુજરાતમાં આવ્યું હતું અને ત્યારબાદ સતત બે મહિના સુધી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ હવે ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો જોવા મળ્યો છે. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખરીફ પાક હવે સુકાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અંબાલાલ પટેલ દ્વારા જન્માષ્ટમી ઉપર ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની મોટી આગાહી વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 7 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેને કારણે ગુજરાત સહિત આંધ્રપ્રદેશ ઓરિસ્સા મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમને ભાગરૂપે ગુજરાતમાં 7 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાના અંતમાં અને બીજા અઠવાડિયાના શરૂઆતમાં સારા વરસાદના રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે. આ આગાહી બાદ 13થી 20 સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એકંદરે ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર મહિનામાં આ વર્ષે વરસાદનું જોર વધારે રહી શકે છે.
બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે દેશ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. જન્માષ્ટમી ઉપર આ વર્ષે આનંદ આનંદ જોવા મળી શકે છે. આગાહી મુજબ જન્માષ્ટમી ઉપર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગાહી સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મધ્યમથી હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા આપી છે. કચ્છના અમુક ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમ તો ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.