અંબાલાલ પટેલ પહેલીવાર પડ્યા ખોટા! પરંતુ જો વરસાદની આ આગાહી સાચી પડશે તો ગુજરાતના છોતરા નીકળી જશે…

વર્ષ 2023ની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાંથી મહાકાય વાવાઝોડું બીપોર જોય સક્રિય થતા ચોમાસાની સંપૂર્ણ પેટર્નને બદલી નાખી છે. અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલા વાવાઝોડાના કારણે કેરલમાં પણ ચોમાસાની મોડી શરૂઆત જોવા મળી છે. વાવાઝોડુ આ વર્ષે ચોમાસા માટે વિલન બની રહ્યું છે. પરંતુ બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાનું અનુમાન લગાવ્યું છે. રાહતની આગાહી કરતા તેમણે વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતમાં વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે પરંતુ આ વર્ષે વરસાદ પણ મોટી ઘાત બની શકે છે. કેટલાક વિસ્તારોમાં પૂર આવે તેવા વરસાદ પણ થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 28 થી 30 સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જળબંબાકાર સર્જે તેવો તોફાની વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે થઈ શકે છે. મહેસાણા, અમદાવાદ, વડોદરામાં આગામી 28 થી 30 સુધીમાં અનરાધાર વરસાદ પડશે.

તમને જણાવી દઈએ કે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે ભારે વરસાદનો મોટો રાઉન્ડ ગુજરાત તરફ આવી રહ્યો છે. આ પહેલા હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરશે તેવી સંભાવના આપી હતી.

અંબાલાલ પટેલે 21 જૂનથી ચોમાસાની ગુજરાતમાં શરૂઆત થશે તેવી પહેલા આગાહી વ્યક્ત કરી હતી. જે આગાહી પ્રથમ વખત ખોટી પડી છે. પરંતુ 26 થી 30 જૂનની વચ્ચે કરવામાં આવેલ વરસાદની જો આગાહી સાચી પડશે તો ગુજરાતના છોતરા નીકળી જશે. સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *