પૂનમનો ચંદ્રમાં જોઈ અંબાલાલ પટેલે કાઢ્યો વરસાદનો વરતારો, સપ્ટેમ્બર મહિનાની આ તારીખથી મેઘરાજા કરશે રી-એન્ટ્રી, જાણો કેવો/કેટલો પડશે?

છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ચોમાસુ કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. ચોમાસાની શરૂઆતમાં પ્રથમ બે મહિના દરમિયાન સારો એવો વરસાદ પડ્યો પરંતુ આ વર્ષે સંપૂર્ણ ઓગસ્ટ મહિનો કોરો ધાકડ જોવા મળ્યો છે. છેલ્લા 30 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે. ત્યારે હવે ગઈકાલે પૂનમનો ચંદ્રમાં જોઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તેને લઈને વર્તરો કાઢવામાં આવ્યો છે. તેના વિશે વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનો ભલે સંપૂર્ણ રીતે કોરો ધાકડ જોવા મળ્યો હોય પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર મેઘરાજા ગુજરાતમાં તબાહી મચાવી શકે છે. સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં જ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થશે જેને કારણે ગુજરાતમાં ફરી એકવાર નિષ્ક્રિય થયેલ ચોમાસું ધમધમાટ કરતું જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પૂનમનો ચંદ્રમાં જોઈને અનુમાન લગાવતા જણાવ્યું છે કે 4થી 10 સપ્ટેમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાં એક તીવ્ર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જન્માષ્ટમી ઉપર આ વર્ષે સારામાં સારા વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો જતા ગુજરાતના ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં 75% થી વધારે હેક્ટરમાં ચોમાસુ વરસાદ હેઠળ ખેતી કરવામાં આવે છે. જેને કારણે હવે ઉભો પાક સુકાઈ રહ્યો છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આ આગાહીથી ખેડૂતોમાં હાશકારો અનુભવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂતોના ચિંતા કરવાની જરૂર નથી. આગામી દિવસોમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થવાનું છે.

બે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રીય થવાને કારણે, આગામી 3થી 10 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *