ભાદરવી પૂનમનો ચંદ્રમાં જોઈ અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનામાં કંઈક મોટી નવાજૂની થવાની કરી પૂઠ્ઠા ફાડે એવી આગાહી, શું વાવાઝોડું કરશે વિનાશ?

ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયના ભણકારાઓ વાગી રહ્યા છે. હવે બસ ગણતરીના કલાકોમાં ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસુ ભલે વિદાય લે પરંતુ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં નથી. હાલ રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટીને કારણે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભાદરવી પૂનમનો ચંદ્રમાં જોઈને ઓક્ટોબર મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. પહેલાના જમાનામાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનને આધારે કેટલાક પરિબળોનું નિરીક્ષણ કરીને વરસાદ, વાવાઝોડું અને આકાશે આફતનું અનુમાન લગાવવામાં આવતું હતું. આ ટેકનીકનો ઉપયોગ કરીને અંબાલાલ પટેલે ભાદરવી પૂનમનો ચંદ્રમાં જોઈને ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા, વરસાદને લઈને પુઠ્ઠા ફાડે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનાના શરૂઆતમાં જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ ભારતના પૂર્વ અને દક્ષિણ પૂર્વ ભાગોમાં તબાહી બચાવશે. જ્યારે અરબી સમુદ્રમાં સક્રિય થતી સિસ્ટમ મુંબઈ મહારાષ્ટ્રના ભાગો અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જોવા કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેની ઘાતક અસર જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 7 ઓક્ટોબર પછી જે વાવાઝોડા સક્રિય થશે તે વધુ જીવલેણ અને ઘાતક હોય શકે છે. આ વર્ષે નવરાત્રિના પહેલા નોરતાથી જ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે ભાદરવી પૂનમનું નિરીક્ષણ કરતા જણાવ્યું છે કે આ વર્ષે પૂનમનો ચંદ્રમાં ગાઢ વાદળોની વચ્ચે અને થોડોક દક્ષિણ પશ્ચિમ તરફ જોવા મળ્યો હતો જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં આકાશી આફતો અને વાવાઝોડાનું પ્રમાણ વધી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીથી ચારેકોર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનું કારણ બન્યું છે. કારણકે ટૂંકાગાળાના પાકો અને બીજા પાકો હવે સંપૂર્ણ તૈયારીમાં છે. આવી સ્થિતિમાં જો વાવાઝોડું આવશે તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનામાં કંઈક મોટી નવા જૂની થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *