અંબાલાલ પટેેલે કહ્યું આ વખતે અઘરું પડશે! ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટશે અને પૂર આવશે…
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જાણે પાણી પાણી થયાં હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડી માંથી સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમને કારણે હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મેઘરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારોને ધમરોળી નાખ્યા છે. તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અનેક નાની મોટી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તો કેટલીક નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે ફરી એકવાર તોફાની વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ આગાહી જાણીને તમારા હૃદયના ધબકારા વધી જશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10જુલાઇએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્યથી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો આ સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ અતિ તીવ્ર વરસાદી માહોલ સક્રિય થઈ શકે છે. જેમાં જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ શકે છે. તો કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10 થી 15 જુલાઈ દરમિયાન એક બીજો મોટો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગુજરાત તરફ આવી રહ્યો છે. જે ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે. અંબાલાલ પટેલે આગોતરી આગાહી વ્યક્ત કરીને સૌ કોઈની ચોંકાવી દીધા છે.
હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને નર્મદા અને તાપી નદી બે કાંઠે વહી શકે છે. તો આ સાથે સાબરમતી અને સૌરાષ્ટ્રની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવી શકે છે. સૌરાષ્ટ્રની કેટલીક નાની નદીઓમાં ભારે પુર આવી શકે છે જેને કારણે અનેક ગામડાઓમાં પાણી ઘુસી જશે. ભારે તબાહી પણ સર્જી શકે છે. ગુજરાત માટે આગામી 5 દિવસ ખૂબ જ ભારે રહેશે.