આગામી 24 કલાક ભારે, આ 16 જિલ્લાઓમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી પૂઠ્ઠા ફાડે એવી આગાહી…
હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી થવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 28 અને 29 તારીખે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે મે મહિનાની શરૂઆતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે. અખાત્રીજ આસપાસમાં પ્રીમન્સ એક્ટિવિટી વધવાની શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ (Rain) ની આગાહી કરવામાં આવી છે. સાથે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરાવી છે. આ ઉપરાંત પ્રિ મોન્સુન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુગાવાની શક્યતા છે. 24 કલાક બાદ ફરી વાતાવરણ સૂકુ થવાની આગાહી કરવામાં આવે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, અરબ દેશો દુબઈ ઓમાન વગેરે ભાગોમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 29 તારીખ આસપાસ આવવાની શક્યતા છે. આ વખતે પણ ઓમાન દુબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેની અસરથી વેસ્ટન ડીસ્ટબન્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન થઈને ભારત પર આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 29 એપ્રિલ અને મેની શરૂઆત આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વાતાવરણને લઈને જણાવ્યું કે, પશ્ચિમ વેસ્ટન ડીસ્ટબન્સ મજબૂત અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં દેખાવાની શરૂઆત થઈ શકે છે. અરબસાગરમાં હાલમાં તાપમાન નીચું હોવાથી વાવાઝોડાની શક્યતા જણાતી નથી. પરંતુ મે મહિનામાં સમુદ્રનું તાપમાન વધવાની શક્યતા છે. ગંગા અને જમના મેદાન તપવાની શક્યતા છે. જે મેદાની ભાગો ધીમે ધીમે 48 ડિગ્રી પહોંચવાની શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જે ચોમાસા અંગે સારા સંકેત સ્વરૂપે ગણવામાં આવે છે. પશ્ચિમ હિંદ મહાસાગર પણ ગરમ રહેવાની શક્યતા રહેલી છે. હવે ઉપલા પવન સાનુકૂળ થતા પ્રિ મોન્સુન એક્ટિવિટી વધુ થતી જોવા મળી શકે છે.