અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરતા કહ્યું- ડીપ ડીપ્રેશનના કારણે સતત 30 દિવસ ગુજરાતમાં વરસાદ….
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મેઘ તાંડવ કર્યું છે. ધોરાજી અને સુત્રાપાડામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે સુરતના કેટલાક વિસ્તારોમાં પણ પાણી પાણી થયું છે. ત્યારે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરતા જણાવ્યું હતું કે બંગાળને ગાડીમાં સક્રિય થયેલ ડીપ ડિપ્રેશનને કારણે આગામી 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવી શકે છે. તેની આગાહીની સંપૂર્ણ આગાહી અમે તમને આ લેખમાં જણાવીશું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ પણ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી હતી. જે આગાહી હવે સાચી પડી છે. ગઈકાલથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ધબધબાટી બનાવી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે હજુ આગામી 30 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મેઘરાજા ગુજરાતમાં સતત 30 દિવસ સુધી પધરામણી કરી શકે છે.
બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ ડિપ્રેશન સિસ્ટમને કારણે ગુજરાતમાં 23 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત, વડોદરા થી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી ભારેથી અતિભારે આભ ફાડે તેવો વરસાદ પડી શકે છે.
વધુમાં અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે એક પછી એક સક્રિય સિસ્ટમો સક્રિય થશે. જેને કારણે આગામી 30 દિવસ સુધી મેઘરાજા સતત ગાભા કાઢી શકે છે. ઓગસ્ટ મહિનાની 15 તારીખ સુધી સતત ગુજરાતમાં મેઘરાજા મહેર કરી શકે છે. પરંતુ આ સમાચાર ખેડુતો માટે ચિંતાજનક છે. કારણ કે સતત વરસાદને કારણે નવું જાત ઉગેલો પાક નિષ્ફળ થઈ શકે છે. જેને કારણે અતિવૃષ્ટિ પણ થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે ચોમાસુ કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. આવું ચોમાસુ છેલ્લા 100 વર્ષમાં નહીં જોયું હોય તેવું રહી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા કહેર બનીને ઝાટકી શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા અને તાપી નદી બે કાંઠે વહી શકે છે. સરદાર સરોવર ડેમ પણ ઓવર ફલો થવાની મોટી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.