ગ્રહો અને નક્ષત્રો પરથી અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી, આગામી 5 દિવસ ગુજરાતના આ ભાગોમાં થશે જળબંબાકાર…

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસુ બેસી ગયું છે. રાજ્યના અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 154 તાલુકાઓમાં 200 mmથી વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગ્રહો અને નક્ષત્ર પરથી ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યના આ ભાગોમાં જળબંબાકાર થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ સિસ્ટમો વધુ મજબૂત બનવા જઈ રહી છે. જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં અનરાધાર વરસાદ પડી શકે છે. આ આગાહી તેમણે ગ્રહો અને નક્ષત્રોની ગતિને આધારે વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય બની છે. જેને કારણે ગુજરાત તરફ મોટો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. ત્યારે અરબી સમુદ્રમાં પણ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે આ બંને સિસ્ટમ એકબીજા સાથે અથડાશે અને ટર્ફ સર્જાશે. જેને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે થી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની વાત કરીએ તો આહવા, ડાંગ, વલસાડ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો જેવા કે રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે જળબંબાકાર કરે તેવો વરસાદ પડી શકે છે. જેને કારણે નદીઓ બે કાંઠે વહી શકે છે.

સમગ્ર ગુજરાતમાં વરસાદ વિશે આગાહી કરતા અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદ પડી શકે છે, બનાસકાંઠાના ભાગો, પાટણના ભાગોઝ અરવલ્લી, સાબરકાંઠાઝ બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. જેને કારણે નર્મદા, તાપી અને સાબરમતી નદી બે કાંઠે વહી શકે છે, આવનારા 48 કલાકમાં ગુજરાત માટે ખૂબ જ ભારે રહશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *