ભારે વરસાદના બીજા સૌથી મોટા રાઉન્ડની અંબાલાલ પટેલે કરી નવી આગાહી, જાણો મેઘરાજા ક્યારે અને ક્યાં ક્યાં મચાવશે તબાહી ?
ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અનરાધાર વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ત્યારે હવે મેઘરાજાએ થોડો વિરામ બાદ ફરી ધડબડાટી બોલાવી છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના બીજા સૌથી મોટા રાઉન્ડની નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તેને લઈને અગાઉથી જ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. આગામી પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાઓ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ પડી શકે છે. આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ બીજા નવા મોટા રાઉન્ડની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના બીજા મોટા રાઉન્ડની આગાહી કરતા જણાવ્યું છે કે 8 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે એક મોટો રાઉન્ડ ગુજરાત તરફ આવી રહ્યો છે. જે 8 જુલાઈ થી 12 જુલાઈની વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસાવી શકે છે.
અંબાલાલ પટેલે વરસાદના મોટા રાઉન્ડ વિશે કહ્યું છે કે 8 થી 12 ની વચ્ચે રાજ્યમાં વરસાદનો જોર ખૂબ જ વધી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસી શકે છે. આ રાઉન્ડ દરમિયાન અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, સુરત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, કચ્છમાં ભારે વરસાદ પડશે.
જુલાઈ મહિનાના અંતમાં પણ અંબાલાલ પટેલે ત્રીજા મોટા રાઉન્ડ વિશે પણ મોટી શક્યતા વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં ભારે વરસાદને કારણે ડેમો અને જળાશયો ઓવરફ્લો થઈ શકે છે. ભારે વરસાદને કારણે તાપી નદીની સપાટીમાં વધારો થઈ શકે છે. સાથે નર્મદા અને સાબરમતી નદી પણ બે કાંઠે વહી શકે છે. અંબાલાલ પટેલના માટે વરસાદનો આ બીજો મોટો રાઉન્ડ ગુજરાતમાં ખૂબ જ તીવ્ર રહેશે.