ધોળા દિવસે અંધાર પટ્ટ છવાશે, ગુજરાતના આ ભાગોમાં અતિવૃષ્ટિ કરે એવા ભયંકર વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
રાજ્યમાં અષાઢ મહિનાની શરૂઆતથી રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં એકાએક ફેરફારો જોવા મળ્યો છે. ગરમી અને બફારા માંથી લોકોને રાહત મળી છે. વાતાવરણમાં અચાનક ફેરફાર થતા ઘણા બધા તાલુકાઓમાં એક થી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હવે આગામી પાંચ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં અતિવૃષ્ટિ કરે એવા ભયંકર વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 125 તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 18 થી 20 જુલાઈ સુધીમાં રાજ્યના આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે જળબંબાકાર કરે તેવા ભારે વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ભેજની માત્રા એકાએક વધી જતા રાજ્યમાં વરસાદી માહોલ તીવ્ર બન્યો છે. તો આગામી બે જુલાઈએ બંગાળની ખાડીમાં ફરી એકવાર મોટું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહ્યું છે. જેને કારણે 18 થી 20 જુલાઈની વચ્ચે પણ વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. ત્યારબાદ 19 થી 20 જુલાઈ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યના આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ છે પરંતુ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ આ વર્ષે ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 40 થી 45 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા આગામી પાંચ દિવસ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે આભ ફાટે એવા વરસાદની સંભાવના આપી છે. સાથે સાથે કચ્છ અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમને કારણે ગુજરાત ઉપર સાર્વત્રિક પ્રસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે. જેને કારણે સાબરમતી તાપી અને નર્મદા નદી બે કાંઠે વહી શકે છે. કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, સુરત, આણંદ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે.