નક્ષત્રોની સ્થિતિ પરથી અંબાલાલ પટેલે કાઢ્યો ચોમાસાના વિદાયનો વર્તારો, ગુજરાતના આ ભાગમાંથી સૌપ્રથમ ચોમાસુ લેશે વિદાય, નોટબુકમાં લખી લેજો આગાહી…
ગુજરાતમાં હાલ ચોમાસુ અંતિમ તબક્કામાં જોવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં વાત કરીએ તો રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે, તમને જણાવી દઈએ કે જે રીતે સમગ્ર દેશમાં ચોમાસાની શરૂઆત કેરલ માંથી થાય છે, તેવી જ રીતે ચોમાસાની વિદાય રાજસ્થાનમાંથી થતી હોય છે. હાલ દેશમાં વરસાદના વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નક્ષત્રોની સ્થિતિને જોઈને ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને મોટો વર્તારો કાઢ્યો છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ હસતો નક્ષત્ર ચાલી રહ્યું છે. લોક વાહિકા અનુસાર ચોમાસાનું આ છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે. દર વર્ષે આ નક્ષત્રના શરૂઆતમાં તો ક્યારેક અંતિમ દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. પરંતુ આ વર્ષે કંઈક અલગ પ્રકારના યોગ જોવા મળી રહ્યા છે. તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ વર્ષે ચોમાસું જ કંઈક વિશિષ્ટ પ્રકારનું રહ્યું છે.
જેને કારણે ગુજરાતમાંથી ચોમાસું વિદાય તો લેશે પરંતુ મેઘરાજા આરામ આપશે નહિ છેકે દિવાળી સુધી છૂટાછવાયા માવઠા વરસાદ પડવાની અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે. બંગાળની ખાડીમાં આ તારીખે એક લો પ્રેશર સિસ્ટમ બનશે. જે બે ઓક્ટોબરે ચક્રવાતી ડિપ્રેશનમાં ફેરવાશે.
અને પૂર્વ ભારતના અને દક્ષિણ ભારતના ભાગોમાં ભારે પવન સાથે વરસાદનું વહન લઈને આવશે જેની અસરને ભાગરૂપે ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર મુંબઈના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છોટા છવાઈ થી ભારે વરસાદની આગાહી વક્ત કરવામાં આવી છે.
આ સિસ્ટમની વચ્ચે અંબાલાલ પટેલે નક્ષત્રોની સ્થિતિ જોઈને ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને પણ મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું છે કે 8 અને 9 ઓક્ટોબરથી ગુજરાતમાં સંપૂર્ણ રીતે ચોમાસું વિદાય લેશે. ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં કચ્છ અને બનાસકાંઠાના ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ મધ્ય ગુજરાતમાં વિધિવત રીતે 10 ઓક્ટોબર સુધીમાં ચોમાસુ વિદાય લે તેવું અનુમાન આપવામાં આવ્યું છે. આ લેખને વધુમાં વધુ શેર કરજો. જેથી બીજા લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે.