ગુજરાતમાં વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની અલગ અલગ આગાહી, જાણો કોની આગાહી પડશે સાચી?
ગુજરાતમાં ચોમાસાની વિદાયની છેલ્લી ઘડીએ ગણાય રહી છે. દેશમાં રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં પણ હવે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોમાંથી ચોમાસાના વિદાયની પ્રક્રિયાની શરૂઆત થઈ છે. આવી સ્થિતિમાં ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અલગ અલગ વિરુદ્ધમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે કોની આગાહી સાચી પડશે તે આવનારો સમય નક્કી કરશે. આ લેખમાં અમે તમને બંનેએ કરેલ આગાહી વિશે માહિતી જણાવીશું.
પ્રથમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલ આગાહી પર નજર કરીએ તો અંબાલાલ પટેલે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે બંનેમાં ચક્રવાતી સિસ્ટમો સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થવાની આગાહી આપી છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થશે તેની અસર દેશના પૂર્વ અને દક્ષિણ પૂર્વ ભાગોમાં થશે. ગુજરાતમાં તેની અસર નહિવત જોવા મળશે.
વધુમાં 30 સપ્ટેમ્બરથી અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર અને મુંબઈના દરિયાકાંઠે મોટી ચક્રવર્તી સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ 7 ઓક્ટોબર પછી પણ મોટા ખૂંખાર વાવાઝોડા આવવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
પરંતુ હવામાન નિષ્ણાંત અને મોટા આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની વિરુદ્ધમાં આગાહી વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ વાવાઝોડાની કોઈ સિસ્ટમો સક્રિય થવાની સંભાવનાઓ દેખાઈ રહી નથી. ખેડૂતોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બર મહિનાના બાકીના દિવસોમાં અને ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાને લઈને એક પણ સિસ્ટમ સક્રિય ન થવાની ચોખ્ખી આગાહી આપી છે. પરંતુ અંબાલાલ પટેલે તો 7 ઓક્ટોબર પછી ઘાતકી વાવાઝોડા બનશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે આ બંનેમાંથી કોની આગાહી સાચી પડશે તે આવનારો સમય નક્કી કરશે.