હવે ગુજરાતનું શું થશે? ગુજરાતમાં ભારે વરસાદ અને વરાપને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જાણો કોનું અનુમાન પડશે સાચું…
હાલ ગુજરાત ઉપરથી ભારે વરસાદનું વહન આવ્યું છે. આ વહન દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હોનારત સર્જે તેવો વરસાદ પડ્યો છે. જેમાં જુનાગઢ, સુત્રાપાડા અને નવસારી, પોરબંદર, દ્વારકા, સુરતમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પડી રહેલ વરસાદથી હવે ખેડૂતો વરાપ માગી રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે ભારે વરસાદની અને પરેશ ગોસ્વામીએ વરાપની આગાહી વ્યક્ત કરી છે. હવે કોની આગાહી સાચી પડશે તે આવનારો સમય નક્કી કરશે. આ લેખમાં અમે તમને બંનેની આગાહી વિશે વિગતવાર માહિતી જણાવીશું.
પ્રથમ વર્ષા વિજ્ઞાનના જાણકાર અને આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની આગાહી પર નજર કરીએ ગુજરાતમાં 25 થી 30 જુલાઈની વચ્ચે સંપૂર્ણ વરાપ જોવા મળી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફક્ત છૂટો છવાયો એકલ દોલક વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદની હાલ કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. ગુજરાતના ખેડૂતો માટેની આગાહી સામે આવતા આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે આગામી 12 કલાક સુધી જ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે અને ત્યારબાદ સંપૂર્ણ રીતે આકાશ સ્વચ્છ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ, ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળી શકે છે. 30 જુલાઈ સુધી સંપૂર્ણ રીતે ગુજરાતમાં વરસાદ વિરામ આપી શકે છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 26 થી 27 જુલાઈની વચ્ચે જોરદાર વરસાદનું વહન આવવાની આગાહી વ્યક્ત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.
અંબાલાલ પટેલેની આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ કંઈક અલગ પ્રકારનું છે. બંગાળની ખાડી માંથી એક પછી એક સિસ્ટમો ઊભી થઈ રહી છે. ત્યારે હજુ એક જોરદાર વરસાદનું વહન ગુજરાતમાંથી પસાર થયું છે. ત્યાં તરત જ અંબાલાલ પટેલે 26 અને 27 તારીખે બીજા એક વરસાદી વહનનું એલાન કર્યું છે. આ તારીખોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વરસાદ ફરી ધમરોળશે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં અતિવૃષ્ટિ અને લીલો દુકાળ જોવા મળી શકે છે. અત્યાર સુધીમાં સોયાબીન અને કપાસના પાકને મોટી માત્રામાં નુકસાની થઈ છે. હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સંપૂર્ણ રીતે આ પાકો નિષ્ફળ થઈ શકે છે. અંબાલાલ પટેલની આ આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે કોની આગાહી સાચી પડશે તે આવનારો સમય નક્કી કરશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.