અંબાલાલે કરી છાતીના પાટીયા પાડી દે તેવી આગાહી, તારીખો સાથે આપી સચોટ માહિતી, હવે થશે મેઘરાજાની પધરામણી..

આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં જૂન જુલાઈ મહિનામાં 85%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખેડૂતોને પણ ઘણી રાહત મળી છે. છેલ્લા દસ દિવસથી વરસાદમાં ઘટાડો જોવા મળ્યો છે. ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો છે પરંતુ હાલમાં ફરી એક વખત હવામાન નિષ્ણાંત અને એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને ભયંકર આગાહી કરવામાં આવી છે.

ગયા વર્ષ કરતા આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલે તેવી શક્યતાઓ છે. હાલમાં અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનો 16 ઓગસ્ટના રોજ પૂર્ણ થવાનો છે. ત્યારબાદ મુખ્ય શ્રાવણ માસની શરૂઆત થશે. 17 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની ભવ્ય શરૂઆત થશે અને ત્યારથી જ વરસાદને લઈને એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ દ્વારા હાલમાં જ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે

ખેડૂતોને હાલમાં પાક માટે પાણીની ખૂબ જ જરૂર છે. આવી પરિસ્થિતિમાં હાલમાં સારા સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી સમયમાં ગુજરાત તરફ પવનો ફુંકાશે અને વરસાદની પણ પૂરેપૂરી શક્યતાઓ છે. 17 ઓગસ્ટ પછી એટલે કે 20 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ફરી એક વખત વરસાદ ભુક્કા બોલાવશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મઘા નક્ષત્રની શરૂઆત એટલે કે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ વરસાદ જોવા મળશે. 20 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ વિસ્તારમાં વરસાદ પડશે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ અને સુરત જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભારે ઝાપટા જોવા મળશે. ખેડૂતોને પણ ઘણો લાભ થશે.

શ્રાવણ મહિનો પૂર્ણ થયા બાદ ભાદરવા મહિનામાં પણ વરસાદ પડશે. જેમાં 13 સપ્ટેમ્બર થી 25 ઓક્ટોબર સુધી હળવો વરસાદ રહેશે. ત્યારબાદ ગરમીનું પ્રમાણ વધશે. નક્ષત્ર પ્રમાણે આગામી સમયમાં વરસાદમાં પણ બદલાવો જોવા મળશે. હવામાન વિભાગે પણ આવી જ માહિતી આપી છે. આ માહિતી આગળ મોકલજો અને દરેક લોકો સુધી પહોંચાડજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *