અંબાલાલે ચોમાસાનું પોસ્ટમોર્ટમ કરી આપી મોટી આગાહી, આ તારીખથી મેઘરાજા ફરી ગુજરાતમાં મચાવશે તબાહી, તાંબાના પત્રમાં લખી લેજો…

છેલ્લા ઘણા સમયથી રાજ્યોમાં વરસાદી માહોલમાં બ્રેક જોવા મળ્યો હોય તેવું કહી શકાય છે. ખેડૂતો પણ હાલમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચોમાસુ પાકને પણ હવે પાણીની ખૂબ જ જરૂરિયાત છે. હાલમાં વરસાદના ઝાપટા ભરી રહ્યા છે પરંતુ જરૂરિયાત પ્રમાણે વરસાદ પડી રહ્યો નથી પરંતુ હાલમાં હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ઘણી આગાહી કરવામાં આવી હતી અને જેમાંથી ખેડૂતોને ઘણો લાભ થયો છે. આ વર્ષે અધિક માસ હોવાના કારણે ચોમાસુ બદલાયું છે. આ અધિક માસ 16 ઓગસ્ટના રોજ પૂર્ણ થવાનો છે. ત્યારબાદ શ્રાવણ માસની ભવ્ય શરૂઆત થશે. અંબાલાલ પટેલે તાજેતરમાં ચોમાસાનું નિરીક્ષણ કરીને ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. તેઓએ તારીખો સાથે વિગતો આપી છે.

તાજેતરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં ઝાકરી વરસાદની આગાહી હતી પરંતુ વાતાવરણ બદલાવવાના કારણે ભેજનું પ્રમાણ ઘટ્યું છે. હિંદ મહાસાગર અને પશ્ચિમમાં ગતિવિધિના કારણે વરસાદ થતો નથી પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. 15 ઓગસ્ટ બાદ 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ધમાકેદાર વરસાદ પડી શકે છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે પેસિફિક મહાસાગરની ગતિવિધિના કારણે ફરી એક વખત ભેજના વાદળો બંધાશે. 18 ઓગસ્ટથી લગભગ દરેક જગ્યાએ વરસાદ પડશે. મઘા નક્ષત્રની શરૂઆતથી જ મેઘરાજાની એન્ટ્રી થશે. આ વરસાદ પાક માટે ઘણો સારો ગણાય છે. જળ રાશિ અને કર્ક રાશિના ગ્રહોની સ્થિતિને જોતા આગાહી થઈ છે આ ઉપરાંત તેઓએ કયા વરસાદ પડશે તે પણ જણાવ્યું છે. તો ચાલો તેના વિશે જાણીએ.

17 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી અને વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી અને જામનગર જેવા વિસ્તારોમાં પણ તબાહી મચાવી શકે છે. જૂનાગઢ બાદ હવે આ તમામ જિલ્લાઓમાં વરસાદી પાણી ફરશે. આ માહિતી આગળ મોકલો અને વધુ લોકો સુધી પહોંચાડજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *