અંબાલાલે નવી આગાહી કરતા કહ્યું- આ તારીખો સોનાના પત્રમાં લખી લેજો, ગુજરાતના આ ભાગોમાં 100% ભારેથી અતિભારે વરસાદ પડશે…

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયેલો છે. હવે ગુજરાતમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ક્યારે વરસાદ પડશે તેને લઈને રાહ જોવાઈ રહી છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું છે કે આ તારીખો 100 ટકા ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ આગાહીને સોનાના પત્રમાં લખી લેજો, આ વર્ષે મઘા નક્ષત્રમાં અમૃત જેવો વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

મોટા વેધર એક્સપર્ટ અંબાલાલ પટેલે કહ્યું છે કે જ્યારે પૂર્વ ભારતમાં વરસાદનું જોર હોય ત્યારે તેનાથી ઉલટી સ્થિતિ સિંધમાં જોવા મળે છે. હાલ ચોમાસુ ધરી હિમાલયની તળેટી પર જોવા મળી રહી છે. પરંતુ આગામી દિવસોમાં આ ધરી મધ્ય ભારત અને પશ્ચિમ ભારત તરફ લંબાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં એક પલટો આવશે અને ભારેથી અતિ ભારે વરસાદનું વહન આવશે. ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. આગામી દિવસોમાં 21મી ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે વધશે અને મઘા નક્ષત્ર દરમ્યાન 21થી 25 તારીખ દરમિયાન ગુજરાતમાં 100 ટકા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે મઘા નક્ષત્ર દરમ્યાન આ વર્ષે અમૃત જેવો વરસાદ પડશે. મઘા નક્ષત્ર દરમિયાન એકત્રિત કરેલું પાણી લાંબા સમય સુધી સારું રહે છે.

મઘા નક્ષત્ર દરમિયાન 20થી 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જેને કારણે ગુજરાતના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થઈ શકે છે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો સક્રિય થશે. જેને કારણે ઓગસ્ટ મહિના અંતિમ દિવસો વરસાદથી ભરપૂર જોવા મળશે. ઓગસ્ટના અંતિમ દિવસોમાં સારી સિસ્ટમો સક્રિય થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત 22 થી 24 તારીખ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. સાથે 27 થી 31 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર આવે તેવો ભારે વરસાદ પડી શકે છે. તો મઘા નક્ષત્રમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *