ગુજરાતમાં વરસાદના છેલ્લાં રાઉન્ડની અંબાલાલે કરી છોતરા કાઢે એવી આગાહી, આ ભાગોમાં વરસાદ મચાવશે તબાહી, જાણો ક્યારે/કેવો પડશે?
સમગ્ર રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે પરંતુ હજુ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અને મોટા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદના છેલ્લાં રાઉન્ડની છોતરા કાઢે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના આ વિસ્તારોમાં ફરી મેઘરાજા તબાહી મચાવશે એવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં હાલની સ્થિતિ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. રાજ્યના 15થી વધુ તાલુકાઓમાં અડધા ઇંચ કરતાં વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે. પરંતુ હજુ આગામી દિવસોમાં વરસાદ ગયો નથી. મેઘરાજા છેલ્લી વાર તબાહી મચાવવા આવી રહ્યા છે. તેવું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના છેલ્લા રાઉન્ડને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના 15થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું વહન લઈને આવી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 27 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં વરસાદનું ઘાતક વહન આવવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં 27-28-29 સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ રાઉન્ડ બાદ ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની વિદાયની શરૂઆત થશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, જુનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, બોટાદ, દીવ, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દ્વારકા અને પાટણમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.