વરસાદને લઈને અંબાલાલ પણ મૂંઝવણમાં મુકાયા, વિન્ડ ગસ્ટથી રાજ્યમાં થશે કંઈક મોટી નવાજૂની, આ ભાગમાં પડશે અતિભારે વરસાદ…

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળ્યાં છે. વરસાદનું જોર પણ ધીમું પડયું છે. જૂન અને જુલાઈ મહિનામાં આ વર્ષે ભરપૂર વરસાદ પડ્યો છે. જેને કારણે ખેડૂતો પણ વરસાદી આરામ માંગી રહ્યા હતા. પરંતુ આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને ખુદ મૂંઝવણમાં મુકાયા છે. તેમણે કહ્યું છે કે હાલ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ખૂબ જ ગુંચવણ ભરી છે. હાલની સ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક ગણી શકાય છે.

રાજ્યમાં ભારે સિસ્ટમ સક્રિય થતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ મૂંઝવણમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. હાલની આ ઘાતક સિસ્ટમને કારણે વરસાદની આગાહી કરવી મુશ્કેલ લાગી રહી છે. તેમણે કહ્યું છે કે હાલ ચોમાસું હિમાલયની તળેટી પર સક્રિય છે. ચોમાસાની ધરી હાલ ગુજરાતથી ખૂબ જ દૂર જોવા મળી રહી છે. તો આ સાથે જ પેસિફિક મહાસાગરમાં એક સાથે ઘણા બધા વાવાઝોડાઓ સક્રિય થઈ રહ્યા છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં એક પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી. 18 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદને લઈને વાતાવરણ સાનુકૂળ બની શકે છે. 20 ઓગસ્ટ થી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં વરસાદનો નવો ઘાતક પાંચમો રાઉન્ડ આવી શકે છે. તેને લઈને મોટું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. અંબાલાલ પટેલના મત મુજબ હાલ પેસિફિક મહાસાગરમાં એક પછી એક વાવાઝોડા સક્રિય થતા રાજ્યનો તમામ ભેજ ત્યાં ખેંચાઈ રહ્યો છે.

ત્યારબાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સોમાલિયા માંથી આવતો વિન્ડ ગસ્ટ ખૂબ જ જોરદાર રહેશે. આ ગસ્ટને કારણે ગુજરાતમાં કંઈક મોટી નવા જૂની થઈ શકે છે. 15 ઓગસ્ટ બાદ આ વિન્ડ ગસ્ટની અસરને કારણે વાતાવરણમાં ઘણા મોટા બદલાવો થઈ શકે છે. સાથે આ દિવસો દરમિયાન બાંગ્લાદેશ ઉપર એક હવાનું મોટું દબાણ ઉત્પન્ન થઈ રહ્યું છે. જેની સીધી અસર ગુજરાત પર જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે ચિંતા કરવાની ના પડી છે. 15 થી 20 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. જેમાં દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સાથે કારણે કંઈક મોટી નવાજૂની પણ થશે. જેને કારણે મધ્યપ્રદેશ સુધી આ વરસાદનો જોર જોવા મળી શકે છે. સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ માહિતીને આગળ મોકલ જો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *