ભીમ અગિયારસ ઉપર બધા રેકોર્ડ તૂટશે, ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે અનરાધાર વરસાદ, અંબા કાકાની રેલમછેલ કરે એવી આગાહી…
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી છે. ત્યારે ગઈકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ‘રાજ્યમાં આગામી 17મીથી 22મી જૂનની વચ્ચે ચોમાસું સક્રિય થશે. આ દરમિયાન તોફાની પવન સામે ધોધમાર વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ 17મીથી 22મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે. આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
15મી જૂનના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ જ્યારે 16મી જૂનના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે. 17 અને 18 જૂનના રોજ ભાવનગર, નવસારી અને વલસાડમાં જ્યારે 19મી અને 20મી જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ 14 તારીખ ના રોજ મહીસાગર, દાહોદ, સુરત, છોટાઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં રાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરી છે.
20 જૂન સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. રાજયમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થતો રહેશે. 18થી 20 તારીખ આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થવાની શકયતા છે. આ દરમિયાન બંગાળની ખાડીમા નવો કરંટ જોવા મળશે અને 18 અથવા તો 20 જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ છે.પરેશ ગોસ્વામીએ વઘુમાં જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વિસતારોમાં વરસાદ શરુ રહેશે. 18 થી 20 તારીખમાં ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઇ શકે અને ફરીથી આગળ વધશે.