અમદાવાદીઓ જાગતા રહેજો, આજે રાત્રે આ ભાગોમાં વાવાઝોડું મચાવશે તબાહી, હવામાન વિભાગે કરી છાપરા ઉડાડે એવી આગાહી…

અમદાવાદમાં મધરાતથી વરસાદના કારણે હજુ પણ પાણી ઓસર્યા નથી. અમદાવાદ શહેરના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે. ડ્રેનેજ લાઈન કે વરસાદ લાઈન કામ નથી આપી રહી. ભાજપ શાસિત AMCની કામગીરી સામે સૌથી મોટો પ્રશ્નાર્થ છે. શું AMCના પમ્પિંગ સ્ટેશનો પણ ક્ષમતાથી નથી કરી રહ્યા કામ? વર્ષે કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતા પણ કામગીરી નહીં. પરંતું આકાશમાં એક વરસાદી સિસ્ટમ એવી ઉભી થઈ છે કે, આખા અમદાવાદને ડુબાડી દેશે.

અપડેટ અનુસાર, ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કમ કે, આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે. સાબરમતી નદી પરનું સંત સરોવર ૯૦ ટકા ભરાઈ ગયું છે. ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. નદી કિનારાના વિસ્તારોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. નદી કિનારે નાગરિકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ. સંત સરોવરના ૩ દરવાજા ખોલાયા છે.

અમદાવાદમાં વરસાદ થતાં અમદાવાદ મનપાની ખુલી પોલ છે. બે દિવસના વરસાદમાં એક પણ વોર્ડ એવો નથી જ્યાં પાણી ન ભરાયા હોય. ભાજપાના શાસકો દ્વારા 110 સ્પોટ નક્કી કરી સ્ટ્રોમ વોટર લાઇન નાંખી ત્યાં પાણી ન ભરાવાનો દાવો કરાયો હતો. 110 સ્પોટ સિવાય નવા વિસ્તારો સામે આવ્યા જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. અમદાવાદનો ભાગ્યેજ કોઇ રોડ એવો હશે જ્યાં પાણી ન ભરાયા હોય. એએમસીનો પ્રીમોન્સુન પ્લાન એટલે ભ્રષ્ટ્રાચાર સાબિત થયો છે. અગામી બોર્ડમાં વિપક્ષ મુદ્દાને ઉઠાવી પ્રી મોન્સુન પ્લાનમાં થયેલ ખર્ચની વિગત માંગશે તેવું જણાવ્યું. 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને મોટી આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે તેવી આગાહી કરી છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામાં સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી કરી છે. અમુક વિસ્તારમા 15 ઇંચથી વધારે વરસાદ વરસવાની આગાહી છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો રહેશે. તેમણે કહ્યું કે, ડીપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યું છે, જેની અસરથી આવનારા 36 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિ ભારે વરસાદ પડશે, સાવધાન રહેજો.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *