દશેરા પહેલા રાજ્યના આ ભાગોમાં ભારે પવન, કરા સાથે વરસાદ અને વાવાઝોડું મચાવશે તબાહી, અંબાલાલ પટેલની જીવ તાળવે ચોંટાડે એવી આગાહી…
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વાતાવરણ શુષ્ક જોવા મળી રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્ર અને બીજા કેટલાક વિસ્તારોમાં વરસાદ અને માવઠા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. પરંતુ હજુ આગામી સમયમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દશેરા પહેલા રાજ્યના આ વિસ્તારોમાં ભારે પવન, કરા સાથે વાવાઝોડું અને વરસાદની જીવ તાળવે ચોંટાડે તેવી આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. સવારે અને રાત્રે ગુલાબી ઠંડી પડી રહી છે, જ્યારે બપોરના સમયે કાળજાળ ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં વાવાઝોડું તેજ વધુ મજબૂત બનશે અને તેની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
ઉત્તરપૂર્વીએ પવનોની ગતિમાં મોટો વધારો જોવા મળશે. જેને લીધે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાની અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે બંગાળની ખાડીમાં પણ બીજું એક વાવાઝોડું આકાર લે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે.
આજથી અરબી સમુદ્રમાં મોટી હલચલ શરૂ થઈ છે. જેને કારણે 18 ઓક્ટોબરથી એકલો પ્રેશર સિસ્ટમ બનશે. આ સિસ્ટમ 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડામાં રૂપાંતરિત થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ વાવાઝોડું 2018 ની સાલમાં આવેલ ખૂંખાર વાવાઝોડાની યાદ અપાવી શકે છે તેવું અનુમાન પણ અંબાલાલ પટેલે લગાવ્યું છે. આ વાવાઝોડું બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરનો તમામ ભેજ ખેંચીને એક વિકરાળ સ્વરૂપ ધારણ કરીને સિવીયર સાયકલોનીક સિસ્ટમમાં પરિવર્તિત થઈ શકે છે.
આ સિસ્ટમને કારણે 22 ઓક્ટોબર સુધી એટલે કે દશેરા સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ લઈને આવી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેની સૌથી વધારે અસર જોવા મળી શકે છે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.