વાવાઝોડાં બાદ હવે અંબાલાલ પટેલે ચોમાસાં વિશે કરી ભયાનક આગાહી, આ વર્ષ કેવું થશે? કેવો વરસાદ થશે? ગુજરાતમાં ક્યારે શરૂ થશે ચોમાસું?

ગુજરાત ઉપર અરબી સમુદ્રમાંથી સંકટ બનીને આવેલ બીપોર જોય વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાને લઈને થોડા દિવસો પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જે હવે ચોક્કસપણે સાચી ઠરી છે. ત્યારબાદ હવે ફરી અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.

ગુજરાતના ખેડૂતોને હવે ચોમાસાને લઈને ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે. વાવાઝોડું તો ગ્યું પરંતુ હવે ચોમાસું ક્યારે અને આ વર્ષે ચોમાસું કેવું થશે? કેવો વરસાદ પડશે? શું વાવાઝોડાની અસર ચોમાસા પર પડશે કે નહીં તેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. અંબાલાલ પટેલ દ્વારા આ તમામ સવાલોને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે સચોટ તારીખ આપી છે. અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડાને કારણે આ વર્ષે ગુજરાતના ચોમાસા પર તેની સીધી અસર જોવા મળી શકે છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી. પરંતુ સમુદ્રમાંથી ઉઠેલા તોફાનને કારણે ચોમાસુ થોડુંક ધીમું પડયું છે. ત્યારે હવે ચોમાસાની એન્ટ્રી ક્યારે તેને લઈને અંબાલાલ પટેલે મહત્વનું અનુમાન લગાવ્યું છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 21 જૂને ચોમાસાની વિધિગત રીતે શરૂઆત થશે. જખૌ બંદર પર ટકરાયેલા વાવાઝોડાને કારણે ગુજરાતમાં તેની અસર 18 જૂન સુધી રહેશે અને દેશના અન્ય રાજ્યોમાં તેની અસર 21 જૂન સુધી રહેશે. 21 જુન બાદ સમગ્ર ભારતમાં સાર્વત્રિક ચોમાસાની શરૂઆત થશે.

અંબાલાલ પટેલે રાહતની આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. વાવાઝોડાની સંપૂર્ણ અસરો પૂર્ણ થયા બાદ ચોમાસાનો માર્ગ ખુલ્લો થશે. આ દરમિયાન 17 થી 20 તારીખ સુધીમાં રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. પ્રથમ દક્ષિણ ગુજરાતમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્રથી ઉત્તર મધ્ય ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થશે. ખેડૂતો માટે આ એક સારા સમાચાર કહી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *