સપ્ટેમ્બર પછી હવામાન કંઈક નવાજૂની કરશે, એક પછી એક વાવાઝોડા તોફાન તબાહી મચાવશે! અંબાલાલ પટેલે કરી રુવાડાં ઊભા કરે એવી આગાહી…

વરસાદની લાંબા સમયથી રાહ જોયા બાદ રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. વરસાદી સિસ્ટમ સર્જાતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આગામી 3 દિવસ રહેશે અને સાથે થંડરસ્ટોમ એક્ટિવિટી પણ થશે. એટલે કે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પણ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તેમજ ઉતર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ બાદ શું સ્થિતિ રહેશે? તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અત્યારે મજબુત સિસ્ટમ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં સારો વરસાદ થશે. અમુક વિસ્તારમાં ભારે વરસાદ થશે. પરંતુ આ સિસ્ટમ બાદ પણ એક સિસ્ટમ બનવાની છે. જેના કારણે 10થી 14 સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 20 સપ્ટેમ્બર બાદ બીજી એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનવાની શક્યતા છે. અત્યારે હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ છે અને ગરમી પણ વધુ પડી રહી છે. જેના કારણે ચક્રવાતો પણ વારંવાર બનશે. 10 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થવાની સક્યતા છે. 26 ઓક્ટોબરે પણ વાવાઝોડું સક્રિય થવાનું છે.

તેમણે કહ્યું કે, 16 નવેમ્બરથી ડિસેમ્બર આસપાસ વાવાઝોડું સક્રિય થશે. ઓક્ટોબર મહિનામાં વાવાઝોડું સક્રિય થશે. અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. જોકે, વાવાઝોડા બંગાળની ખાડીમાં બનશે, પરંતુ ગુજરાતના વાતાવરણને અસર કરી શકે છે.

જોકે, સપ્ટેમ્બર બાદનું હવામાન જુદા જ પ્રકારનું રહેશે. જોકે, ઓગસ્ટમાં અલનીનો નડ્યો હતો અને સપ્ટેમ્બર બાદ કૃષિ પાક તૈયાર થયા બાદ વાવાઝોડા નડશે કે નહીં તે જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *