એક રાઉન્ડ બાદ આ તારીખથી રાજ્યમાં મેઘરાજા લેશે વિદાય, ડંકાની ચોટ ઉપર લખી લેજો, પરેશ ગોસ્વામીની હલબલાવી નાખે એવી આગાહી…
સમગ્ર ગુજરાતમાં ભેજનું પ્રમાણ અને થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી વધી રહી છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયનના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 60થી વધુ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે સૌ કોઈને પ્રશ્ન થઈ રહ્યો છે. કે આ વર્ષે મેઘરાજા ક્યારે વિદાય લેશે? આવી સ્થિતિમાં હવામાનના જાણકાર પરેશ ગોસ્વામી દ્વારા મેઘરાજાના વિદાયની મોટી આગાહી કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના વિદાયની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 27 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે એક નવો વરસાદનો રાઉન્ડ આવશે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ રહેશે. અને ત્યારબાદ ધીમે ધીમે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાદળછાયુ વાતાવરણ અને છૂટાછવાયા એકલ દોલક ઝાપટા પડશે. અને ત્યારબાદ વાતાવરણ ખુલ્લું અને તડકા છાયા વાળું જોવા મળશે.
ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં બનાસકાંઠા અને કચ્છમાંથી ચોમાસુ સૌપ્રથમ વિદાય લેશે તેવું અનુમાન પરેશ ગોસ્વામી દ્વારા લગાવવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હવે વરસાદનો છેલ્લો રાઉન્ડ ગણી શકાય છે. ઓક્ટોબર મહિનાના શરૂઆતથી જ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વધુમાં પરેશ ગોસ્વામી જણાવ્યું છે કે 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસું અને મેઘરાજા એક સાથે વિદાય લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ તારીખો બાદ ગુજરાતમાં કેટલાક છુટા છવાયા વિસ્તારોમાં ફક્ત વરસાદી ઝાપટાઓ જોવા મળશે. ભારે વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. હાલ સપ્ટેમ્બર મહિનામાં થયેલ વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકમાં રોગચાળો વધ્યો છે.
ઓક્ટોબર મહિનામાં કપાસ અને મગફળીના પાકમાં હજુ પણ જીવજંતુ પડવાની શક્યતા પરેશભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી મેઘરાજા વિદાય લે તેને લઈને પણ મોટી આગાહી આપવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં આવી શકે છે અને ત્યારબાદ ચોમાસુ સંપૂર્ણ રીતે વિદાય લેશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.