3 વર્ષ બાદ ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં આવશે તીડનું મહાસંકટ, અંબાલાલ પટેલએ કરી પગ નીચેથી જમીન સરકી જાય એવી આગાહી…
ગુજરાત ઉપર અવારનવાર મોટી કુદરતી આફતો આવતી હોય છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ બીપોર જોય નામના વાવાઝોડાએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તારાજી સર્જી હતી અને ત્યારબાદ જૂન અને જુલાઈ મહિનામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ ત્યારબાદ હવે વરસાદે વિરામ આપતા એક નવું સંકટ ગુજરાત માથે તોળાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં તીડનું મહાસંકટ આવી રહ્યું છે. જેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની શરૂઆત પહેલા જ તીડ અને જીવજંતુઓ આ વર્ષે ગુજરાતમાં વધારે માત્રામાં ઉપદ્રવ થશે તેને લઈને આગોહી આપી હતી. તે આગાહી હવે સાચી પડશે તેવું અનુમાન પણ તેમને લગાવ્યું છે. હાલ તીડના મોટા ટોળાઓ રાજસ્થાનના જેસલમેર સુધી પહોંચી ચૂક્યા છે. ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓથી હવે 300 કિલોમીટર દૂર છે. આવી રહેલ આકાશી આફતમાં મોટી માત્રામાં તીડ આ ઝુંડમાં જોડાઈ રહ્યા છે.
રાજસ્થાન તીડ નિયંત્રણ બોર્ડ દ્વારા સતત આ આફતને નિયંત્રણમાં કરવા માટે ખેતરો કુદી રહ્યા છે. પરંતુ અંબાલાલ પટેલે તિડની આકાશી આફત કાબુમાં આવશે નહીં તેને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે. આશ્લેશા નક્ષત્રના અંતમાં ગુજરાત ઉપર આ તિડનું વિશાળ કાય જુંડ ત્રાટકી શકે છે. આ તીડના ઝુંડની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતોને સાવચેત રહેવા સૂચન આપ્યું છે. ટીડનું આ ઝુંડ ગુજરાતના ઘણા ખેતરોને ખાલી કરી શકે છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે મોટી આકાશે આપત આવી હોય તેવું પણ કહી શકાય છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પાટણ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે વલસાડ, નવસારી, ડાંગમાં આ તીડની વધારે અસર જોવા મળશે.
ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ ફરી એકવાર ગુજરાત માથે તીડનું મોટું આકાશી સંકટ આવી પહોંચ્યું છે. આ નવજાત ઊગેલા પાકને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. હજારોની સંખ્યામાં ટોળાઓ ખેતરો ઉપર ત્રાટકી શકે છે અને ગણતરીના કલાકોમાં જ સંપૂર્ણ પાકને નષ્ટ કરી નાખે છે. અંબાલાલ પટેલે જેને લઇને મોટી આગાહી આપી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.