સક્રિય સિસ્ટમે બદલ્યો માર્ગ, હવે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી જમીન ફાડી નાખે તેવી આગાહી…
ભાદરવા મહિનાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં તબાહીનો વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં કચ્છના રાપરમાં સૌથી વધુ પોણા 5 ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં આ વર્ષે સિજનનો 100% થી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે.
બંગાળની ખાડીમાંથી હાલ જે સિસ્ટમ ગુજરાત પર સક્રિય છે તેણે અચાનક પોતાનો માર્ગ બદલ્યો છે. જેને કારણે હવે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ તબાહી મચાવી શકે છે તેવી શક્યતા હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત માટે આગામી 48 કલાક ભારે રહી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. આ સિસ્ટમ હાલ સક્રિય થઈ છે તે કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ ફંટાઇ રહી છે. આ સિસ્ટમ બાદ હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે જે આગામી દિવસોમાં બીજી એક વેલમાર્ક સિસ્ટમમાં પરિણમી શકે છે.
અંબાલાલ પટેલના અનુમાન અનુસાર હાલ જે સિસ્ટમ છે તે સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના દક્ષિણ ભાગમાં ફંટાતી જોવા મળી રહી છે. જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે માઠા સમાચાર ગણી શકાય છે. આ સિસ્ટમ પહેલા સૌરાષ્ટ્ર તરફ ફંટાવાની હતી, પરંતુ અચાનક તેના માર્ગમાં મોટો બદલાવ જોવા મળ્યો છે અને હાલ તે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ તેની અસરના ભાગરૂપે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકામાં આજે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ અને ભુજમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે મોરબીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, આ સિસ્ટમના ભાગરૂપે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, નડિયાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરે છે. માહિતીને આગળ મોકલ જો હો.