બંગાળની ખાડીમાં આ તારીખે સક્રિય થશે ત્રીપલ સિસ્ટમ,જે ગુજરાતમાં કરશે આભ ફાડે એવો વરસાદ, અંબાલાલની ઘાતક આગાહી…
ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ચોમાસુ કંઈક અલગ પ્રકારનું છે. આ વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં સીઝનનો સરેરાશ 85% થી વધારે વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે હવે ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં વરસાદે થોડોક વિરામ જાહેર કર્યો છે. પરંતુ ફરી એકવાર ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા બંગાળની ખાડીમાં આ તારીખે ટ્રોપીકલ સ્ટ્રોંમ સક્રિય થવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે.
હાલ વરસાદનું જોર કેમ નબળું પડ્યું છે. તેને લઈને અંબાલાલ પટેલે વાત કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમને વિન્ડ ગસ્ટે ખોરવી નાખી છે. આ સિસ્ટમ ઓરિસ્સા અને મધ્યપ્રદેશના ભાગોમાંથી પસાર થઈને ગુજરાત તરફ આવવાની હતી પરંતુ હવે તે ઉત્તર અને પૂર્વ ભાગોમાં ફંટાઈ છે. જેને કારણે હાલ વરસાદનું જોર ગુજરાતમાં ધીમું પડ્યું છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ તારીખથી ફરી બંગાળની ખાડીમાં ટ્રોપિકલ સ્ટ્રોમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલ જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં સોમાલીયા તરફથી આવતા ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. હજુ પણ વિન્ડ ગસ્ટ આવી રહ્યું છે. જેનું વહન ગુજરાતમાં ખૂબ જ ભારે રહી શકે છે. હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. ત્યારબાદ અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ 19 થી 21 ઓગસ્ટની વચ્ચે બંગાળની ખાડીમાં ટ્રોપિકલ સ્ટ્રોમ સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે ગુજરાતમાં જમીન ફાડી નાખે એવો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડી ભારે સક્રિય થશે અને એક પછી એક ત્રણ સિસ્ટમો ગુજરાત ઉપર ત્રાટકી શકે છે. જેને કારણે ટ્રોપીકલ સ્ટ્રોંગની પરિસ્થિતિનું નિર્માણ થશે. આ પરિસ્થિતિને કારણે ગુજરાતમાં અનરાધાર જળબંબાકાર કરે તેવો વરસાદ પડી શકે છે. સાથે ગુજરાતની જીવાદોરી સમાન નદીઓ બે કાંઠે વહી શકે છે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે બંગાળની ખાડીમાં જે મજબૂત સિસ્ટમ સક્રિય થશે તેની સીધી અસર ગુજરાતમાં થશે. પેસિફિક મહાસાગરમાં ઉપરા ઉપરી વાવાઝોડા સક્રિય થતાં તેને કારણે બંગાળની ખાડીમાં એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય થશે. જે ગુજરાતમાં ભારે વરસાદનું વહન લઈને આવી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જમીન ફાડી નાખે તેવો ભારે વરસાદ પડી શકે છે. 15 ઓગસ્ટ પછી વરસાદનું જોર ધીમે ધીમે વધશે. આશ્લેશા નક્ષત્રના અંતમાં અને મઘા નક્ષત્રના શરૂઆતમાં ભારે વરસાદ પડી શકે છે. આ માહિતીને આગળ મોકલ જો.