અરબી સમુદ્રમાં સક્રિય થઈ ખેતરના પાળા તોડી નાખે એવી સિસ્ટમ, આ વિસ્તારોમાં મેઘરાજા મચાવશે તબાહી, અંબાકાકાએ કરી પરસેવો સુકાઈ જાય તેવી આગાહી…
ગુજરાતમાં ચોમાસું ભુક્કા બોલાવી રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં નોંધાયો છે. ફરી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું છે. ત્યારે આગામી 3 દિવસ સુરત, ડાંગ, નવસારી, ભરૂચ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ પરસેવો સુકાઈ જાય એવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગળ પણ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદ ગતિથી આગળ વધી રહી છે. જેને પગલે આજથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. પરંતુ આગામી બે દિવસમાં અરબી સમુદ્રમાં ખેતરના પાળા તોડી નાખે એવી ઘાતક સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વર્ષી શકે છે.
બંગાળના ઉપસાગરના શાખાના ભેજને કારણે મધ્ય ગુજરાત સુધી વરસાદ આવી જવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 22 તારીખ સુધી ભારે પવન ફૂંકાશે. 40 કિમીની ગતિએ પવન ફૂંકાવાનું અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. વરસાદની આગાહી કરતા અંબાલાલે જણાવ્યુ કે, નડિયાદ, આણંદ, અમદાવાદ અને વડોદરામાં ભારે પવન ફૂંકાઈ શકે છે તેમજ ઉત્તર ગુજરાતમાં પણ પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 થી 25 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અરબી સમુદ્રમાંથી આવતી સિસ્ટમ તબાહી મચાવી શકે છે જેને કારણે નદીઓ છલકાય, ડેમો અને તળાવો ફૂલ થઈ શકે છે. તો કેટલાક વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
20મી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને 28 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ખેડૂતોને લઇને તેમણે કહ્યુ કે ખેડૂતો માટે હજી મોડું થયું નથી. 22મી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલું થશે, આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે.