તૌકતે જેવું વાવાઝોડું ફરી ત્રાટકશે, આ તારીખે ગુજરાતના આ ભગોમાં મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી આગાહી…

ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. જેને કારણે જ્યારે જ્યારે અરબી સમુદ્રમાં કંઈક તોફાન આવે છે. ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થતી હોય છે. અરબી સમુદ્રમાંથી ઉઠતા વાવાઝોડાઓ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ભારે તબાહી મચાવે છે. ફરી એકવાર અરબી સમુદ્રમાં મોટું સાઇક્લોનિક સિસ્ટમ ઉત્પન્ન થવા જઈ રહ્યું છે. જે ગુજરાતમાં ક્યારે અને ક્યાં ક્યાં ટકરાશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે.

હવામાન અંબાલાલ પટેલના અનુમાન અનુસાર અરબી સમુદ્રમાં આગામી 48 કલાકમાં સક્રિય સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે અને એક મોટું વાવાઝોડું સક્રિય થશે. જે ગુજરાત ઉપર મોટો ખતરો બની શકે છે. આ વાવાઝોડાને બીપોર જોય નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડુ ગુજરાત નજીક આવી રહ્યું છે. આગામી 48 કલાકમાં વાવાઝોડું સક્રિય થયા બાદ તેની ચોક્કસ દિશા નક્કી થશે પરંતુ આ પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેનું અનુમાન લગાવ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 12થી 14 જૂન સુધી ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. 7 જૂન પછી લો પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. આ વાવાઝોડું પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડ ફોલ કરે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી છે. વાવાઝોડું 13 જૂનના રોજ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે એવી શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ ચક્રવાત ગુજરાત પરથી પસાર થવાનું હોવાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 13 થી 14 જુન સુધીમાં મોટું આકાશી તોફાન આવી શકે છે. પરંતુ જો આ વાવાઝોડું વિખેરાઈ જાય તો તે કરાચી અને પાકિસ્તાન તરફ તોફાન મચાવશે. પરંતુ હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 13 અને 14 જુનના રોજ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 150 કિલોમીટરની ગતિએ ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની માહિતી પર પણ એક નજર નાખીએ તો તેમણે જણાવ્યું છે કે 12 જૂનથી 14 જૂન વચ્ચે આ વાવાઝોડું ગુજરાત ઉપર આવશે. હાલ આ વાવાઝોડાની તમામ હલચલો પર નજર રાખવામાં આવી રહી છે. ચક્રવાતની ભારે અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *