ધોળા દિવસે અંધાર પટ્ટ છવાશે, ગુજરાત ઉપર એક નહીં બે વાવાઝોડા મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી રુવાડાં ઊભા કરે એવી આગાહી…
વર્ષ 2023ના ચોમાસાની શરૂઆતમાં જ આપણે બીપોર જોઈ નામના વાવાઝોડાના સંકટ માંથી પસાર થયા છીએ. ત્યારે હવે ફરી એકવાર ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. તેવી આગાહી હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં બંગાળની ખાડીમાંથી આવેલ સક્રિય સિસ્ટમના લીધે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનામાં વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી સામે આવી છે. વાવાઝોડાને લઈને મોટી આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હવે ટૂંકા ગાળાના પાકો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યા છે. જો આવી સ્થિતિમાં વાવાઝોડું કે તોફાન આવે તો તૈયાર પાકને મોટી માત્રામાં નુકસાની થતી હોય છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બર થી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ લો પ્રેશર સિસ્ટમ 2 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ઘાતક વાવાઝોડામાં પરિણામ છે. આ વાવાઝોડું ધીમે ધીમે દક્ષિણ ભારત અને ત્યાંથી પસાર થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આ ખૂંખાર વાવાઝોડા માટે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય થતું આ પ્રથમ વાવાઝોડું 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે. ત્યારબાદ બીજું વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાની દિશા ઓમાન અને ગુજરાત તરફ રહી શકે છે. આ ઘાતક વાવાઝોડાની અસર ગુજરાત ઉપર ખૂબ જ ઘાતક વર્તાઈ શકે છે.
અરબી સમુદ્રમાં 12 થી 20 ઓક્ટોબરની વચ્ચે એક ઘાતક ચક્રવાતી સિસ્ટમ સક્રિય થશે. વાવાઝોડાની અસરને કારણે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મુંબઈમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના કેટલાક ઉત્તરપૂર્વીય ભાગમાં તોફાની પવન સાથે ભારે વરસાદ અને અંધાર પટ્ટ છવાઈ શકે છે. ગુજરાત માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ ઘાતક રહી શકે છે. આ માહિતીને આગળ મોકલ જો.