ગુજરાત ઉપર ધોળા દિવસે આભ ફાટશે, આ વિસ્તારોમાં પવન સાથે અત્યંત ભારે વરસાદ તૂટી પડવાની અંબાલાલ પટેલની નવી નકોર આગાહી..
સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ વરસાદના પ્રથમ બે રાઉન્ડમાં જ મોટાભાગના નાના-મોટા જળાશયો ઓવરફ્લો કર્યા છે. ચોમાસાની શરૂઆતથી જ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ચારે હાલ ચારેય બાજુ લીલોતરી જોવા મળી રહે છે. ચોમાસાની શરૂઆતમાં જ ઘણી નદીઓ બે કાંઠે વહી છે. ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નદીઓમાં પણ નવા પાણીની આવક થઈ છે. જેને કારણે ખેડૂતોમાં લીલા લહેર જોવા મળી રહ્યા છે. પરંતુ અંબાલાલ પટેલે આગામી દિવસોમાં પવન સાથે અત્યંત ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.
બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી બે સિસ્ટમ સક્રિય થતા આવનારા ચાર દિવસમાં મેઘરાજા ગુજરાતને પાણી પાણી કરી શકે છે. હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 તારીખથી 20 તારીખ સુધીમાં રાજ્યના આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તોફાની વરસાદ તૂટી પડવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે. આ લેખમાં અમે તમને તેની વિગતવાર માહિતી જણાવીશું. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
બંગાળની ગાડીમાંથી સક્રિય થયેલ આ સાયક્લોનિક સિસ્ટમનું વહન ગુજરાતમાં ખૂબ જ ભારે રહી શકે છે. આ સિસ્ટમની શરૂઆત પ્રથમ દક્ષિણ ગુજરાતમાં થશે અને ત્યારબાદ ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્ર તરફ તેનું ભારે વહન જોવા મળી શકે છે. તેને કારણે આગામી બે દિવસ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
જ્યારે 17 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. 18 જુલાઈએ કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, પંચમહાલ, ખેડા, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, તાપી, ભરૂચ, અંકલેશ્વરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
19 અને 20 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને જામનગર, કચ્છ, દ્વારકામાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવા આવી છે.