આશ્લેષા નક્ષત્રમાં ભેંસનું વાહન રાજ્યમાં કરશે જળપ્રલય, કેવો/કેટલો વરસાદ પડશે? અંબાલાલ પટેલે કરી ધબકારા વધારે એવી આગાહી…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 180 થી વધારે તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધયો છે. બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમની અસર હવે રાજ્યમાં ધીમી પડી છે. હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ સાથે ઝાપટાઓ પડી શકે છે. ત્યારે હવે મોટા આગાહીકાર અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં આશ્લેશા નક્ષત્રમાં ઘાતક વરસાદ પડવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે. આશ્લેશા નક્ષત્રની શરૂઆત 3 ઓગેસ્ટે થશે. આ નક્ષત્ર દરમ્યાન વાહન ભેંસનું રહશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. આ વર્ષે છેલ્લા 50 વર્ષમાં ન જોઈ હોય તેવી ઘટનાઓ જોવા મળી શકે છે. ઓગસ્ટ મહિનામાં આ વર્ષે ગુજરાતમાં મોટા જળ પ્રલયો આવી શકે છે. રાજ્યમાં 2 થી 4 ઓગસ્ટની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે નર્મદા તાપી નદી સહિત ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી મોટી નદીઓમાં પુર આવી શકે છે. સાથે સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની પણ મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં આશ્લેષા નક્ષત્રમાં ભેંસનું વાહન હોવાથી રાજ્યમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થઈ શકે છે. જેમાં 2, 3 અને 4 ઓગસ્ટએ ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 2 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં આ વરસાદનું વહન ખૂબ જ ભારે રહેશે. ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રમાં આ વહનથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં ભારથી અતિ ભારે ભયંકર વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં જ બંગાળની ખાડીમાં એક પછી એક મોટા સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. જેના લીધે રાજ્યમાં વરસાદનું ભારે વહન અને ભારે પવન સાથે ચક્રવાત આવી શકે છે. ચોમાસાના શરૂઆતથી જ ગુજરાતમાં સતત વરસાદ પડ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિ થવાના સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં મેઘરાજાનો હવે અસલી ખેલ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *