ગુજરાતના આ ભાગમાં ત્રાટકશે ઘાતકી વાવાઝોડું, સોનાના પત્રમાં લખી લેજો, અંબાલાલ પટેલે કરી હૃદયના ધબકારા વધારે એવી આગાહી…

હાલ રાજ્યમાં સક્રિય થયેલ વરસાદી સિસ્ટમની અસર હવે ધીમે ધીમે પૂરી થઈ રહી છે. આ સિસ્ટમના લીધે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. હાલ આ સિસ્ટમ હવે ધીમે ધીમે સમુદ્ર તરફ આગળ વધી રહી છે. આ વરસાદી સિસ્ટમના વાદળો હજુ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છે. જેને કારણે આ વિસ્તારોમાં હજુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ ત્યારબાદ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઓક્ટોબર મહિનાની આ તારીખે ગુજરાતના આ ભાગમાં ઘાતકી વાવાઝોડું આવવાની મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની ઓક્ટોબર મહિનામાં એક અત્યંત મહત્વની આગાહી સામે આવી છે. ઓક્ટોબર મહિનામાં તેમણે ગુજરાત ઉપર ખૂંખાર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી છે. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આ વાવાઝોડું સક્રિય થવાનું મોટું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલે આ પહેલા30 સપ્ટેમ્બરની આસપાસ થાઈલેન્ડ, વિયેતનામની આજુબાજુ એક મોટી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ 12 ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં આવશે અને ખૂબ જ મજબૂત બનશે. તમિલનાડુના કેટલાક ભાગોમાં આ સિસ્ટમ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ખાસ ઘાતક સિસ્ટમના કારણે દક્ષિણ પૂર્વીય તટ ઉપર અરબી સમુદ્રમાં ઓક્ટોબર મહિનાની 17 18 તારીખ આસપાસ એક ખૂંખાર વાવાઝોડું સક્રિય થશે. જે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફુકાશે. આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં પણ તેની ઘાતક અસર જોવા મળી શકે છે.

ઓક્ટોબર મહિનામાં સક્રિય થતુ આ વાવાઝોડું સૌરાષ્ટ્રમાં મોટી તારાજી સર્જી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે તૈયાર પાકને મોટી નુકસાની થશે. ખાસ કરીને કપાના પાકમાં રૂ ની ગુણવત્તામાં ઘટાડો જોવા મળશે. તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *