ગુજરાત માથે મોટી ઘાત, 200 ટકા આ 10 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે માવઠું ત્રાટકશે, પરેશ ગોસ્વામીએ કરી મૂડ ભાંગે એવી આગાહી…

રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય છતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે માહિતી આપી છે. તેમણે આવનારી 18 ઓક્ટોબર સુધી રાજ્યના હવામાનમાં જોવા મળનારા પલટા અને વરસાદ અંગે માહિતી આપી છે. રાજ્યના ક્યા ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે અને ક્યાં તીવ્રતા વધુ રહેશે, તેની માહિતી આપી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે. હવે 13 તારીખથી વરસાદની તીવ્રતા ફરી વધશે. કેમ કે, 13થી 18 ઓક્ટોબરની પણ આપણી આગાહી છે. 13, 14 અને 15 એમ ત્રણ દિવસ વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16, 17 અને 18માં તીવ્રતા પાછી ઘટી જશે.

13, 14 અને 15માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તેની તીવ્રતા વધારે જોવા મળશે. તેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જશે, જ્યાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં 1થી 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગરમાં વરસાદની શક્યતાઓ છે. મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. 13થી 15 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં 1થી 2 ઇંચ સુધીના વરસાદ નોંધાઇ શકે છે. જ્યારે કોઇ જગ્યાએ હળવા છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની તીવ્રતા વધારે જોવા મળશે.

કચ્છમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *