100 વર્ષનો રેકોર્ડ તૂટશે, ગુજરાતના આ જિલ્લાઓમાં વાવાઝોડું મચાવશે તબાહી, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ એક સાથે કરી ધરતી ધ્રુજાવે એવી આગાહી…

ગુજરાતમાં હાલ ગરમી અને બફારા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો બીજી બાજુ હવામાન અંગેના અનેક મોડેલો વાવાઝોડાનું સંકટ આવશે તેવી આગાહી કરી રહ્યા છે. વાવાઝોડાની આ ચર્ચાઓ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે, ગુજરાતમાં ભારે વરસાદ પડશે કે નહીં તે અંગેની આગાહી કરી છે તે જોઈએ.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલમાં ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં દરિયામાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં સ્ટ્રોંગ બને તેવી શક્યતા છે. આ સાયક્લોનની સિસ્ટમ બને કે ન બને પરંતુ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, મે મહિનાના અંત સુધીમાં જો વાવાઝોડું બનશે તો ગુજરાતમાં પવન સાથે અતિભારે વરસાદ પડશે. જો કદાચ વાવાઝોડું ન બને તો પણ 23થી 31મી મે સુધી અનેક જગ્યાએ વરસાદ થાય તેવી શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતના ખેડૂતોએ 22-23મી તારીખ સુધીમાં તમામ કામ આટોપી લેવાના છે. આ ચોમાસું નહીં હોય પરંતુ આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હશે. છેલ્લા અઠવાડિયામાં મોટો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં મોટાભાગે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેશે. આણંદ, નડિયાદ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર સહિતના તમામ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. એટલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ થાય તેવી શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “21 મેના એક સિસ્ટમ સક્રિય થશે. કેટલીક સિસ્ટમો બની રહી છે. ઉપર લેવલની પણ સિસ્ટમ બની રહી છે. 24થી 25 મેના મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની શકે છે. જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. જેની ગતિ 100 કે તેથી વધુ રહેવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ મજબૂત બનીને 24થી 28 મે સુધી ભારે વાવાઝોડુ બની જશે અને ગતિ વધીને 150 કિલોમીટર સુધી રહેવાની શક્યતા રહેશે. મુંબઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા રહેશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *