સાતમ આઠમ બગડશે, ગુજરાતના આ ભાગોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ મચાવશે તબાહી, પરેશ ગોસ્વામીએ કરી પગ નીચેથી જમીન સરકી જાય એવી આગાહી…
બે દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે, સમગ્ર ગુજરાતમાં વરસાદ નથી. ઘણી જગ્યાએ હળવા તો ઘણી જગ્યાએ મધ્યમ ઝાપટા પડી રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં આવનારા વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે. આ લાંબા ચાલનારા અને સાર્વત્રિક વરસાદી રાઉન્ડ દરમિયાન ક્યાં-ક્યાં કેવો વરસાદ પડશે અને કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે તે અંગે જણાવ્યું છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, 24-25 તારીખથી રાજ્યમાં જે વરસાદ ચાલુ થવાના છે, તે એક અઠવાડિયા કરતાં પણ મોટો રાઉન્ડ હશે. સમગ્ર ગુજરાતમાં વરસાદ હશે. ઘણી જગ્યાએ 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નોંધાવવાના છે. જ્યાં વરસાદની અછત છે તેવા વિસ્તારોને પણ આ સમયગાળા દરમિયાન સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે.
આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે. આ વરસાદી રાઉન્ડ ગુજરાતના 80 ટકા વિસ્તારને આવરી લેશે. અનેક જગ્યાએ 5થી 10 ઇંચ અને મોટાભાગના વિસ્તારોમાં 10 ઇંચથી વધારે વરસાદ પડશે. કેમ કે, બંગાળની ખાડીનું વેલમાર્કે લો પ્રેશર ગુજરાત તરફ આવવાનું છે. આ વેલમાર્ક લો પ્રેશર ગુજરાત પરથી પસાર થશે.
અત્યારે જે વિસ્તારોમાં વરસાદ નથી, ત્યાં તાપમાન વધારે છે. આ તાપમાન આવનારા બે-ત્રણ દિવસ સુધી યથાવત રહે તેવી સંભાવના છે. લગભગ 24-25 તારીખથી આ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાન 30 ડિગ્રી કરતાં નીચું આવશે.
પવનની ગતિ અત્યારે 15થી 18 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઇએ. તે હાલ 10થી 12ની છે. આમ, પવનની ગતિ ઓછી છે અને તાપમાન ઊંચું છે. 24-25 તારીખથી પવનની ગતિ વધશે અને તે 18થી 22 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ થઇ જશે.
આવનારા બે દિવસ છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે. 22-23 તારીખ દરમિયાન સામાન્ય છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે. તે સાર્વત્રિક નહીં હોય.