500 ટકાની ગેરંટી ધોળાં દીવસે વાદળ ફાટશે, ગુજરાતના આ જીલ્લાઓમાં 30-40 ઈંચ વરસાદની હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ કરી માથું ફાડે એવી આગાહી…

ગુજરાતની આસપાસ રહેલી વરસાદી સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો દરમિયાન લો-પ્રેશરના લીધે ગુજરાતના ઘણાં ભાગોને અસર કરનારો વરસાદ હશે, પરંતુ તે સાર્વત્રિક નહીં હોય. બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે. જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે. જોકે, તેના કારણે 13થી 15 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બનશે.

રવિવારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 9મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું 30-40 કિમી પ્રતિ કલાક આવવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 10મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યુ છે કે, 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમેત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય થઈ શકે છે અને પાછોતરો વરસાદ થઇ શકે છે. હાલના સમયમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાર્વત્રિક નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. 9 સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળશે અને ભાવનગર, બોટાદ, આણંદ, નડિયાદ, કપડવંજ, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, બિલિમોરા જેવા પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *