2000 ટકાની ગેરેન્ટી, ગુજરાતના આ ભાગોમાં પડશે 20-20 ઇંચ વરસાદ, અંબાલાલ પટેલે કરી નળિયા તોડે એવી આગાહી…
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.. રાજ્યમાં હજૂ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આજે અને આવતીકાલે એટલે કે 12 મે અને 13મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. તો 15 થી 19 મે દરમિયાન રાજ્યાના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે.
કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી છે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે . 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. આવતીકાલથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે.
28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશ કરી શકે છે. આ વખતે ચોમાસુ વહેલું બેસશે તેવી આગાહી અગાઉ જ હવામાન ખાતું કરી ચૂક્યું છે. ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ આવશે, અને 25 જૂન થી 5 જૂલાઈ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.
જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં ભારે 20-20 ઇંચ વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ થશે. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે