દિશા બદલાતા હવે 200% વાવાઝોડુ ગુજરાતને ધમરોળશે, આ જિલ્લાઓમાં 230 કિમીની ઝડપે તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી…
રાજ્યના વાતાવરણમાં દિવસેને દિવસે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. જૂન મહિનાની શરૂઆતના બે દિવસમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે પવન સાથે કરા અને તોફાની વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ બે દિવસથી ફરી કાળજાળ ગરમી પડી રહી છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાનું ભારે દબાણ ગુજરાત માટે વાવાઝોડાનો ખતરો બન્યું છે.
દર વર્ષે અરબી સમુદ્રમાં હવાનું દબાણ ગુજરાત પર વાવાઝોડું લઈને આવતું હોય છે. બે વર્ષ પહેલા આવેલ તોકતે વાવાઝોડાએ ગુજરાતમાં મહા વિનાશ સર્જ્યો હતો. ત્યારબાદ હવે એવી જ તીવ્રતા વાળું વાવાઝોડું અરબી સમુદ્રમાં હાલ સક્રિય થવા જઈ રહ્યું છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના આ જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે 7 જૂને લક્ષદીપ પાસે ભારે હવાનું દબાણ ઉત્પન્ન થયું હતું. આ હવાનું દબાણ 8 થી 10 તારીખ ની વચ્ચે ડિપ્રેશનમાં ફેરવાયું, જેને કારણે એક તીવ્ર વાવાઝોડું ઉત્પન્ન થયું છે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા આ હવાના દબાણને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠાઓ પર માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે 12 જૂનથી 14 જૂનમાં આ વાવાજોડું ગુજરાત ઉપર તાટકી શકે છે. 12 થી 14 જૂનની વચ્ચે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે. વિન્ડી સેટેલાઈટ ચાર્ટ ઉપરથી મળતી માહિતી અનુસાર આ વાવાઝોડાની ગતિ 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ વાવાઝોડું ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે.
વાવાઝોડાની શરૂઆતની દિશા વિશે વાત કરીએ તો પ્રથમ મુંબઈ અને રત્નાગીરી તરફ રહેશે અને ત્યારબાદ તે ગુજરાત તરફ ફંટાઈ શકે છે જેને કારણે ગુજરાતના દરિયાકેઠાના વિસ્તારોમાં મોટો ખતરો દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, ઉના, દ્વારકા, કચ્છ ભુજ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, બારડોલી સહિતના વિસ્તારોમાં તીવ્ર પવન સાથે ઘાતક વરસાદ પડશે.