1500 ટકાની ગેરંટી, ગુજરાતના આ ભાગોમાં ખાબકશે 15-15 ઇંચ વરસાદ,પરેશ ગોસ્વામીએ કરી લાકડા જેવી આગાહી…
રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે તીવ્ર માવઠા થયા છે. 8થી લઇને 15ઈંચ સુધીના વરસાદ પણ નોંધાય શકે છે. ગુજરાત પરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થવાને લીધે વરસાદ પડ્યો છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. તેનું કારણ એ છે કે બંગાળની ખાડીમાં એન્ટી સાયક્લોન છે. તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાયેલો છે. જે સાયક્લોનિક સર્ક્યુલેશનને આગળ વધવા માટે અવરોધ રૂપ બની રહ્યું છે.
કચ્છમાં 9 અને 10 તારીખ, એમ બે દિવસ સુધી સામાન્યથી મધ્યમ ઝાપટા પડી શકે છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં આજે બપોર સુધી તીવ્ર માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે.
આજે અને આવતીકાલે બે દિવસ હજુ માવઠા જોવા મળશે. પરંતુ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે, વધુ વરસાદ નહીં પડે. ગાજવીજમાં પણ ઘટાડો થશે. પવનની ઝડપમાં ઘટાડો થશે.