પતિ-પત્નીના પવિત્ર સંબંધનો ફક્ત 31 સેકન્ડનો આ વિડિઓ જોઈને તમારી આંખો થઇ જશે ભીની, લાખો લોકોએ આ વીડિયો જોઈ લીધો તમે પણ જુઓ…
પ્રેમમાં સંબંધમાં એવું પણ કહેવામાં આવે છે કે પ્રેમ કરવામાં કોઈ ઉંમર મર્યાદા કે ઉચ્ચ નીચ જોવામાં આવતી નથી. પ્રેમ કરવા માટે કોઈ સ્થળ કે સમય યોગ્ય છે કે નહીં તે જાણવું જરૂરી નથી. પ્રેમ ગમે ત્યારે અને ગમે તે સ્થળ પર થઈ શકે છે હાલ આવા જ પતિ પત્નીના એક પ્રેમ સંબંધનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો પ્રેમના એક પવિત્ર સંબંધને વ્યક્ત કરતો હોય તેવું લાગી રહ્યું છે.
આ વિડીયો કંઈક એવો છે કે બસ સ્ટેશન પર એક જગ્યાએ પતિના ખોળામાં પત્ની માથું રાખીને સૂતેલી અવસ્થામાં જોવા મળે છે આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે પતિ એકદમ શાંતિથી તેને વ્હાલથી માથા પર હાથ ફેરવી રહ્યો છે આ વિડીયો જોઈને એવું નક્કી કરી શકાય કે પ્રેમ કરવા માટે કોઈ ઊંચ નીચ કે ખરાબ સમય કે પછી ઉંમર મર્યાદાની જરૂર હોતી નથી પ્રેમ એક પવિત્ર સંબંધ છે જે ગમે ત્યારે કરી શકાય છે. આ વિડીયો આ વાતનો સાક્ષી બને છે.
પતિ પત્નીના આ પવિત્ર સંબંધનો વિડીયો જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. આ વિડીયો ટ્વીટર પર @Gulzar_sahab એકાઉન્ટ પર થી ટ્વિટ કરવામાં આવ્યો છે. આ યુઝરસે આ પતિ પત્નીના પવિત્ર પ્રેમ સંબંધન વિડીયાને ટ્વિટ કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે “હમસફર વહી જો હર સફર મેં આપકે સાથ હો.” વધુમાં આ વિડીયો કયા વિસ્તારનો અને ત્યાં બસ સ્ટેન્ડનો છે તે જાણી શકાયું નથી. આ વિડીયો દૂરથી કોઈ વ્યક્તિએ ઉતારીને શેર કરેલો છે.
જોકે આ વીડિયોમાં ઘણા યુઝરસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ વિડીયો કર્ણાટકનો છે. વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે બસ સ્ટેન્ડની બુટ પાથ પર એક કપલ જોઈ શકાય છે જે જેમાં પતિ પોતાની પત્નીનું માથું પોતાના ખોળામાં રાખીને વહાલ કરી રહ્યો છે. પત્નીની પીઠ પર અને કપાળ પર બાળકની જેમ હાથ વડે થબ થપાવી રહ્યો છે આ વિડીયો જોઈને લોકો ખૂબ જ ઈમોશનલ થઈ રહ્યા છે. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા વ્યક્તિઓ આ વીડિયોના કમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આવા સાચા સાથીઓ દરેકના જીવનમાં મળતા નથી. અહીં જુઓ વિડિયો…